- કોરોના રસીકરણ કાર્યક્રમનો 1 માર્ચથી પ્રારંભ કરવામાં આવ્યો
- 45થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવાયા
- 60 વર્ષ ઉપરના વ્યક્તિઓને પણ રસી અપાઈ
અરવલ્લી: જિલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહીક આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભીલોડા અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે વિના મૂલ્યે રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 45થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા અને 60 વર્ષ ઉપરના વ્યક્તિઓને કોવિડ-19 વેક્સિનેશન અંતર્ગત રસી આપવામાં આવી હતી. કોવિડ-19 રસી લેનારી દરેક વ્યક્તિઓએ રસીકરણ દરમિયાન પોતાનું ઓળખકાર્ડ પાસે રાખવું જરૂરી છે. 45થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓએ રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનરનું બીમારી અંગેનું પ્રમાણપત્ર રાખવું જરૂરી છે.
આ પણ વાંચો: વાપીમાં કોરોના કેસ વધતા વેક્સિનેશન કામગીરીને વેગ અપાયો
જિલ્લામાં થયેલું રસીકરણ
કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં 19 માર્ચ 2021 સુધીમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કુલ-46839 વ્યક્તિઓ તેમજ 45થી 59 વર્ષની વયજૂથ ધરાવતા કોમોર્બિડ કુલ-4826 દર્દીઓને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
આ પણ વાંચો: વાડોદર ખાતે યોજયો કોરોના વેક્સિનેશન કેમ્પ
રસી માટે કેવી રીતે નોંધણી કરવી?
રસીકરણ માટે ઓનલાઈન કૉ-વિન 2.0 તેમજ આરોગ્ય સેતુ એપ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો રસીકરણ સ્થળ પર તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી શકાશે. વધુમાં સબંધિત વયજૂથના જિલ્લાના તમામ વ્યક્તિઓ કોવિડ-19 રસીકરણ વહેલામાં વહેલું કરાવી કોવિડ-19ની ગંભીર બીમારીથી રક્ષિત થાય તેવી જિલ્લા આરોગ્ય તંત્રએ અપીલ કરી હતી.