આ વર્ષે અરવલ્લી જિલ્લામાં ખરીફ સિઝનમાં 5 હજાર હેકટરમાં બાગાયતી ખેતી કરવામાં આવી હતી. જેમાં, સૌથી વધુ ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ભિલોડામાં 50 વિધામાં 25 ટલા ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું હતું. જે કમોસમી વરસાદના કારણે નિષ્ફળ ગયું છે.
કમોસમી વરસાદના કારણે બાગાયતી ખેતી કરનાર ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભિલોડા તાલુકામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોનો પાક 75 ટકા નિષ્ફળ ગયો છે.
ખેડૂતોએ સારા ઉત્પાદનની આશા સાથે ટામેટાનું વાવેતર કર્યું હતું. પરંતુ, કમોસમી વરસાદના કારણે ટામેટામાં ઈયળ પડવાથી જગતના તાતને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.