અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં મંગળવારના રોજ મોડાસામાંથી 2 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક 321 પર પહોંચ્યો છે. આ દર્દીઓ જ્યાં રહેતા હતા તે વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દર્દીઓના સંપર્કવાળા કુલ 1242 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલના આઈસોલેશનમાં 4 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 18 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના 3 પોઝિટિવ કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં, અમદાવાદની હોસ્પિટલોમાં 2 તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં 1 દર્દી સારવાર હેઠળ છે.આમ,કુલ 28 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. વાત્રક જનરલ હોસ્પિટલ તેમજ સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતેથી 3 દર્દીઓની સારવાર પૂર્ણ થતાં તેમને રજા આપવામાં આવી છે.