ETV Bharat / state

ગાડીમાં બનાવેલા ચોરખાનામાં દારૂની હેરાફરી કરતાં બે ઇસમો ઝડપાયાં - Arvalli Crime

અરવલ્લી જિલ્લાના ભીલોડાના ટાકાટૂકા ગામમાં પોલીસે એક ઇકો ગાડીની તલાશી લીધી હતી. ગાડીમાં બનાવેલા ચોરખાનામાંથી પોલીસને દારૂની બોટલ્સ મળી આવતાં કારચાલક અને અને અન્ય એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગાડીમાં બનાવેલ ચોરખાનામાં દારૂની હેરાફરી કરતાં બે ઇસમો ઝડપાયાં

author img

By

Published : Sep 12, 2020, 2:10 PM IST

ભીલોડાઃ અરવલ્લી જિલ્લાની ભીલોડા પોલીસ બાતમીના આધારે પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટોરડા ગામ તરફથી આવતાં વાહનોના ચેકિંગ દરમિયાન ટાકાટૂકા ગામે એક ઇકો ગાડી ઉભી રાખી તલાશી લીધી હતી. પોલીસને ગાડીની અંદરથી કંઇ જ ન મળ્યું ન હતું. જો કે, ચાલક અને તેની સાથે બેઠલી અન્ય વ્યક્તિની આગવી ઢબે પૂછપરછ કરતાં ગાડીચાલકે ઇકો ગાડીની પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાં દારૂ હોવાનું જણાવ્યું હતું. ચોરખાનામાં તપાસ કરતાં તેની અંદરથી રૂપિયા 36,400ની કિંમતની 80 દારૂની બોટલ્સ મળી આવી હતી.

ગાડીમાં બનાવેલ ચોરખાનામાં દારૂની હેરાફરી કરતાં બે ઇસમો ઝડપાયાં
ગાડીમાં બનાવેલ ચોરખાનામાં દારૂની હેરાફરી કરતાં બે ઇસમો ઝડપાયાં
પોલીસે દારૂ અને ઇકો ગાડી મળી કુલ 1,36,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ તેના ચાલક ઉદેપુરના રહેવાસી જીતેંદ્ર ધનરાજ ડામોર અને ડુંગરપુરના જીતેંદ્ર સોહનલાલ ખરાડીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.