મોડાસા: અરવલ્લી જિલ્લામાં એલ.સી.બી પોલીસે અરવલ્લી જિલ્લાના મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસી નજીકથી ચોરી કરેલા ટ્રેકટર સાથે પસાર થતા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. એલ.સી.બી. પોલીસે ટ્રેકટર-ટ્રોલી સાથે 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અરવલ્લી એલ.સી.બી પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે, વડોદરના વાઘોડિયાથી ચોરીના ટ્રેકટર-ટ્રોલી વેચાણ માટે કેટલાક ઇસમો મોડાસાના હજીરા વિસ્તારમાં આવવાના છે. જેથી એલ.સી.બીની ટીમ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કેટલાક ઇસમો હજીરામાં જી.આઇ.ડી.સી નજીક બાતમી આધારિત વાદળી રંગના ટ્રેકટર- ટ્રોલી સાથે પસાર થતા પોલીસે તેના અટકાવ્યાં હતા.
આ ઇસમોની શખ્ત પૂછપરછ કરતા તેમણે આ ટ્રેકટર વડોદરાના વાઘોડિયા વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. એલસીબી પોલીસે ટ્રેકટર-ટ્રોલી કિંમત રુપિયા 3.50 લાખને જપ્ત કરી નડીયાદ કજાડાના રહેવાસી વિક્રમ હીરાભાઈ તળપદા, અજય કનુભાઈ તળપદા અને અમદાવાદ જમાલપુર ના રહેવાસી ઈમ્તિયાઝ ગુલામહુસેન વ્હોરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.