મોડાસા :રવિવારે મોડાસાના 65 વર્ષીય પુરુષનો પોઝિટિવ કેસ તેમજ સોમવારના રોજ મોડાસા શહેરમાં 01,મોડાસા ગ્રામ્યમાં-01 (ઉમેદપુર),મેઘરજ તાલુકામાં- 01 (ગોરવાડા),અને ભીલોડા તાલુકામાં - 01(ભૂતાવડ) આમ, કુલ-05 પોઝિટિવ કેસ જાહેર નોંધાયા હતા. ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે કોવીડ-19ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલા હોય તેવા વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
હાલમાં હોમ કોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ- 454 છે. વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશન તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 11 પોઝિટિવ દર્દીનઓ સારવાર હેઠળ છે. તે પૈકી અમદાવાદ જિલ્લાના 01 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં દાખલ કરવામાં આવ્યા છે.તેમજ અરવલ્લી જિલ્લાના 02 પોઝિટિવ કેસને હીમતનગર સિવીલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
સોમવારના રોજ સાર્વજનિક કોવિડ હોસ્પિટલ મોડાસા ખાતેથી મોડાસાનો 01 અને અમદાવાદ જિલ્લાનો 01 આમ 02 પોઝિટિવ દર્દીની સારવાર પૂર્ણ થતા રજા આપવામાં આવી હતી. જયારે હીંમતનગર સિવીલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલા મોડાસાના 01 પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અરવલ્લીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 133 પર પહોંચ્યો, 113 સ્વસ્થ્ય થયા તો 8 ના મોત - એરવલ્લી કોરોના કેસના સમાચાર
અરવલ્લીમાં સોમવારના રોજ 4 વધુ પોઝિટિવ કેસ મળી આવતા કુલ નોંધાયેલા કોવીડ-19ના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 133 એ પહોંચી ગયો છે. જે પૈકી કુલ 113 દર્દીની સારવાર પૂર્ણ થતા તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.જયારે 08 લોકોના મોત થયા હતા.