ETV Bharat / state

અરવલ્લીના મોડાસામાં આવેલું છે 13મી સદીનું કબ્રસ્તાન - Modasa Cemetery

અરવલ્લી જિલ્લાના મોડાસામાં મુસ્લિમ સમાજ માટે પીર મખદુમ સાહબ લાહોરી કબ્રસ્તાન આવેલુ છે. આ કબ્રસ્તાનમાં મૃતકોને વર્ષોથી દફનાવવામાં આવે છે. કબ્રસ્તાન 20 એકરમાં ફેલાયેલું છે, જેથી નજીકના ભવિષ્યમાં જગ્યાની કોઈ અછત સર્જાય તેવુ જણાતું નથી.

અરવલ્લીના મોડાસામાં આવેલું છે 13મી સદીનું કબ્રસ્તાન

author img

By

Published : Mar 12, 2021, 3:51 PM IST

Updated : Mar 13, 2021, 3:32 PM IST

  • અરવલ્લીમાં સૌથી મોટુ કબ્રસ્તાન પીર મખદુમ સાહબ લાહોરી કબ્રસ્તાન છે
  • આ કબ્રસ્તાન 20 એકરમાં ફેલાયેલુ છે
  • લગભગ 800 થી 900 વર્ષ જુનું
    અરવલ્લીના મોડાસામાં આવેલું છે 13મી સદીનું કબ્રસ્તાન

અરવલ્લીઃ જિલ્લામાં કબ્રસ્તાન મુખ્યત્વે મોડાસા, ટીંટોઈ, મેઘરજ અને ભિલોડામાં આવેલા છે. જેમાં સૌથી મોટુ કબ્રસ્તાન પીર મખદુમ સાહબ લાહોરી કબ્રસ્તાન મોડાસામાં છે. જ્યારથી મોડાસા અસ્તિત્વમાં આવ્યુ ત્યારથી આ કબ્રસ્તાન ત્યા જ છે, એટલે કે લગભગ 800થી 900 વર્ષ જુનું છે. આ કબ્રસ્તાન 20 એકરમાં ફેલાયેલુ છે. 13મી સદીમાં પીર મખદુમ શાહ લાહોરી મોડાસામાં આવ્યાં હતા, ત્યારે આ કબ્રસ્તાન અસ્તિત્વ આવ્યું હતું. વર્ષો પહેલા મોડાસા ગામ નાનું હતું ત્યારે ગામના ભાગોળથી લગભગ 1.5 કીલોમીટર જેટલુ દુર હતું, પરંતુ સમય જતા કબ્રસ્તાનની આસપાસ મોટા પ્રમાણમાં માનવ વસાહતોનું નિર્માણ થયુ છે. મોડાસામાં મુસ્લિમ વસ્તી અંદાજે 35000 છે. દર માસે સરેરાસ 50 થી 70 મૃતકોને કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે છે. આ પરિસ્થિતિ જોતા આવનાર ઘણા વર્ષો સુધી આ કબ્રસ્તાનમાં જગ્યાની અછત નહી પડે તેવુ ટ્રસ્ટના પ્રમુખનું માનવું છે.

આ પણ વાંચોઃ અમદાવાદના રોજકા ગામના નિવૃત્ત તલાટીએ લૉકડાઉનમાં કબ્રસ્તાનમાં શું કર્યું? જુઓ....

કબ્રસ્તાન પ્રત્યે તંત્રની ઉદાસિનતાને લઈને ટ્રસ્ટીઓમાં નિરાશા

જોકે, કબ્રસ્તાન જાહેર ઉપયોગમાં લેવામાં આવતી વકફની મિલ્કત હોવા છતાં તંત્ર દ્વારા તેના રખરખાવ પ્રત્યે ઉદાસીનતા દાખવામાં આવતી હોવાથી ટ્રસ્ટીઓ નિરાશ થયા છે.

જગ્યાની અછતનું મુખ્ય કારણ કબરો ઉપરનું ચણતર

કબ્રસ્તાનમાં જગ્યાની અછતનું મુખ્ય કારણ કબરો ઉપરનું ચણતર છે. જે ઈસ્લામિક શરીયત પ્રમાણે અયોગ્ય છે. તેમ છતાં લોકો મૃતકોની કબર ઘણા વર્ષો સુધી રહે તે માટે ચણતર કરે છે.

નાના નગરો કરતા મોટા શહેરમાં કબ્રસ્તાનમાં જગ્યાની અછત

સેમી અર્બન વિસ્તારો કરતા મોટા શહેરોમાં કબ્રસ્તાનમાં જગ્યાની અછતનો પ્રશ્ન સર્જાયો છે. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહરોમાં જગ્યાની અછત હોવાથી કેટલાક કબ્રસ્તાનમાં અમુક વર્ષો પછી જો કબર રાખવી હોય તો ભાડું લેવામાં આવે છે. જ્યારે કેટલાક કબ્રસ્તાનમાં ત્રણ થી ચાર વર્ષ પછી કબર મિટાવી દેવામાં આવે છે.

Last Updated : Mar 13, 2021, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.