પોલીસે ધરપકડ કરેલા આરોપી સંતરામપુરના રહેવાસી નરવતભાઈ અણદાભાઇને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં પોતે તથા સાથેના સાગરીતોએ અગાઉ બાયડ શહેર ખાતે 4 ઘરફોડ તેમજ બાયડ તાલુકાના રડોદરા ગામે એક મંદિરમાં ચોરી તથા સાઠંબા પોલીસ સ્ટેશનના ગાબટ ગામે એક મંદિરમાં ચોરી એમ કુલ આઠ ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી .
પોતાના વતન પરત ફરી બીજા દિવસે સાંજે એસ.ટી બસ દ્વારા બાયડ ખાતે આવી અવાવરું જગ્યામાં સંતાઇ જઇ મોડીરાત્રે ગુનાને અંજામ આપી વહેલી સવારે પોતાના વતન બસ દ્વારા પરત થઇ જતાં. તેમ જ ગુનાના કામે મોબાઈલ પણ વાપરતા ન હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીના રીમાંડ મેળવવાની તજવીજ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.