અરવલ્લી: જિલ્લાના મોડાસા શહેરના 39 અને ગ્રામ્ય વિસ્તામાં 81 મળી કોરોનાનો કુલ આંક 120 થયો છે. જ્યારે 6 લોકોના મૃત્યુ થયા છે.
અરવલ્લી જિલ્લામાં રવિવારના રોજ મોડાસામાં બે અને ભિલોડામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંક 120 પર પહોંચ્યો છે. જેમાં મોડાસા શહેરના 39 અને ગ્રામ્ય વિસ્તારમાં 81 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 6 દર્દીઓના મોત થયા છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી જણાવ્યું હતું કે, જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવના વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે.
જેને લઇ અન્ય લોકો સંક્રમિત ન થાય તેની તકેદારીના ભાગરૂપે નિયત્રિંત વિસ્તારમાં આરોગ્યની 4 ટીમો દ્વારા 125 ઘરોની 581 લોકોનું ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
તે પૈકી 36 વ્યક્તિઓ શંકાસ્પદ કોરાનાના લક્ષણ જણાતા હોમ ક્વોરેનન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં 1197 લોકોને હોમ ક્વોરેનન્ટાઇન કરાયા છે.
નોંધનીય છે કે, અરવલ્લીના મેઘરજના 11, બાયડના 14, ધનસુરાના 18, ભિલોડા અને મોડાસાના 19, જ્યારે મોડાસા શહેરના 39 મળી કુલ 120 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા.
જેમાંથી અત્યાર સુધી 103 લોકોને રજા અપાઇ છે. જ્યારે 6 લોકોના મૃત્યુ થયા છે. મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 11 અને અમદાવાદનો એક કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. જયારે બે લોકોને હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા છે.