- અરવલ્લીમાં વેક્સિનેશનની કામગીરીમાં છબરડા
- વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં સર્ટીફીકેટ ઈસ્યું કરાયું
- બીજો ડોઝ લીધો નથી તો મેસેજ કઈ રીતે આવ્યો એ મોટો સવાલ
અરવલ્લી: મોડાસામાં મેડિકલ સ્ટોર ચલાવતા જય અમીને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લીધો હતો. બીજા ડોઝનો સમય થતા તેમને આરોગ્ય વિભાગનો ફોન આવ્યો હતો. તેમણે મેડિકલ સ્ટોર પર વ્યસ્ત હોવાથી થોડા સમય પછી રસી લેવા આવશે તેવું જણાવ્યું હતું. જે બાદ અચાનક વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધાનો અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનો મેસેજ આવી ગયો, ત્યારે જય અમીન આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે સવાલ એ છે કે બીજો ડોઝ લીધો નથી તો મેસેજ કઈ રીતે આવ્યો ? શું વેક્સિન અન્ય કોઈ વ્યક્તિને આપી દીઘી કે પછી ફેંકી દીઘી ? અને હવે બીજા ડોઝના સફળ વેક્સિનેશનના મેસેજ પછી વંચિત રહેલા વ્યક્તિને બીજો ડોઝ લેવો હશે તો નહીં મળે અને તેને કોરોના થયો તો જવાબદારી કોની ?
રસી ન લેવી હોય તો ફક્ત સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે જોકે
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રસી અંગે ગેરમાન્યતા હોવાથી કેટલાય લોકોએ રસી નથી લીધી, ત્યારે કેટલાક વેક્સિનેશન કેન્દ્રો પરથી જે વ્યક્તિ રસી ન લેવી હોય તો પણ ફક્ત સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે. જોકે આવા લોકોને પોતે જ રસી લેવી હોતી નથી, તેથી ઓન રેકોર્ડ કંઈ પણ કહેવા તૈયાર નથી. અત્યાર સુધી જિલ્લામાં આ રીતે કેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હશે તે યક્ષ પ્રશ્ન છે. શું જિલ્લા કલેક્ટર આ અંગે તપાસ કરાવશે. ખરા કે પછી લક્ષણ પૂરો કર્યાના સંતોષ માની આ ક્ષતિઓ સામે આંખ આડા કાન કરશે તે જોવું રહ્યું...