અરવલ્લી : આધુનિક યુગમાં જ્યારે બદલાવ અને નવિનતાને પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યારે દરેક પોતાની આગવી સંસ્કૃતિ અને ઓળખ ગુમાવતા જાય છે. વર્ષો પહેલાની પોળ એ સાંસ્કૃતિક વારસો છે. પરંતુ, નવી જીવન શૈલીથી પ્રભાવિત થઈ લોકો હવે સ્થળાંતર કરી રહ્યા છે. આવા સંજોગોમાં કેટલાક લોકો પોળમાં રહેતા લોકોનું જીવન ધબકતું રાખવાના પ્રયાસો કરી રહ્યા છે. જેમાં મોડાસાના વતની પરંતુ વર્ષોથી અમદાવાદ સ્થાય થયેલા તબીબ દંપતિ ડૉ. જયેશ અને ડૉ.ફેની શેઠએ પોતાના ઐતિહાસિક કહી શકાય તેવા મકાનને સાર્વજનિક પુસ્તકાલયમાં (Modasa Library Established) રૂપાંતરીત કર્યુ છે. આ પુસ્તકાલયમાં પોળમાં રહેતા તેમજ આસપાસના દરેક ઉંમરના લોકો સવાર સાંજ આવી પુસ્તકો વાંચે છે.
આ પણ વાંચો : અમદાવાદ: જૈન સમાજના ઈતિહાસમાં પહેલીવાર મહારાજે 90 દિવસમાં 2000 કિમીની હિમાલયની પદયાત્રા કરી
પુસતાકલય જ્ઞાન શક્તિ વધારવાનું બન્યું કેન્દ્ર - વાચકોની રુચિ પ્રમાણે જુદા જુદા વિષયોના જ્ઞાનના ભંડાર રૂપી પુસ્તકો આ પુસ્તકાલયમાં (Historical Library of Gujarat) ઉપલબ્ધ છે. જેમાં વિજ્ઞાનથી લઇ સામાન્ય જ્ઞાન, સંદર્ભ ગ્રંથો, અવકાશ, પ્રેરણાત્મક કથાઓ, સંસ્કાર સિંચન રૂપ આધ્યાત્મિક પુસ્તકો તેમજ વિવિધ સામયિકો હોવાથી વાચકો માટે આ પુસતાકલય (Books in Modasa Library) તેમની જ્ઞાન શક્તિ વધારવાનું કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચો : Vadodara Writer : વડોદરા શહેરમાં નાની વયના બાળકે પુસ્તક લખી નવા પાથરણા પાથર્યા
મકાન સને 1773નો વેચાણ દસ્તાવેજ - ફેમમાં મઢાવેલા સને 1773નો વેચાણ દસ્તાવેજ આ મકાનનો ઐતિહાસિક (Historical Library) હોવાનો પુરાવો બોલે છે. આ પુસ્તાલયમાં 554 પુસ્તકો છે. શેઠ દંપતિના આ ઉમદા કાર્યને પોળ ના લોકો સરાહના કરે છે. જુનું મકાન જ્યારે અવાવરૂ બને ત્યારે ખંડેર બની જતું હોય છે, ત્યારે ઐતિહાસિક ઇમારાતને (Historic Building of Gujarat) જાળવા માટે પુસ્તાકાલયનું સ્થાપનએ નિર્જિવ દીવાલો અને છતમાં પ્રાણ પ્રગટાવે છે.