- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- દર્દીઓને તણાવમુક્ત કરવા મનોરંજન પૂરૂ પાડવામાં આવે છે
- દર્દીઓ અને મેડિકલ સ્ટાફ ગરબે ઝૂમતો વીડિયો વાઇરલ
- કોરોનાથી મોતના આંકડાઓથી લોકોમાં ભયનો માહોલ
- લોકોએ મેડિકલ સ્ટાફની સરાહના કરી
અરવલ્લીઃ જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં વધારો અને મોતના આંકડાઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જેના પરિણામે સારવાર લઇ રહેલા દર્દીઓમાં નકારાત્મકતા આવી ગઇ છે. દર્દીઓમાં જોવા મળતી હતાશા અને ભય દૂર કરવા મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવ્યુ આવ્યુ હતું.
આ પણ વાંચોઃ દાહોદમાં PPE પહેરી કોરોના વોરિયર્સે કર્યા રાસ-ગરબા
દર્દીઓ ઉત્સાહમાં આવ્યાં
મોડાસા નગરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સાથે સારવાર લઇ રહેલા દર્દીઓ વચ્ચે મેડિકલ સ્ટાફે ગરબા રમી દર્દીઓને તણાવમુક્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો. મેડીકલ સ્ટાફને ગરબાના તાલે ઝૂમતો જોઇ દર્દીઓ ઉત્સાહમાં આવ્યા હતા. કોરોના બીમારીથી ચિંતામુકત કરવા અને ઝડપથી રીકવરી માટે દર્દીઓનો ઉત્સાહ વધારતો વીડિયો વાઇરલ થતાં લોકોએ જીવના જોખમે સારવાર કરતા મેડિકલ સ્ટાફની સરાહના કરી હતી.
આ પણ વાંચોઃ વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓને ગરબા રમાડવામાં આવ્યા