અરવલ્લીઃ 5 માસ અગાઉ 6 ફેબ્રુઆરી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા મોટી મોરી ગામની સીમમાંથી અજાણ્યા યુવકની ચાદરમાં લપેટી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ કરી હતી. જેમાં મૃતકના હાથે દોરેલા ટેટુના આધારે પોલીસે માન્યુ હતું કે, રાજસ્થાનના ખપરેડાના ઈશ્વર ખાતુભાઇ મનાતનો છે.
પોલીસે મૃતદેહની ઓળખ કરવા મૃતકની પત્ની અને પરિવારજનોને બોલાવ્યા હતા. શરૂઆતમાં પત્ની અને પરિવારજનો માનવુ હતું મૃતદેર ઇશ્વર નો નથી. જોકે બાદમાં પત્ની અને પરિવારજનો મૃતક ઇશ્વર હોવાનું કબલ્યુ હતું. પોલીસે ઘરેલુ ઝઘડો હોવાની દિશામાં તપાસ કરી મૃતકના બન્ને ભાઇઓની ધરપકડ કરી હતી. બન્ને ભાઇઓએ ગુનો કબુલ કરતા તેમને મોડાસા સબ જેલ ભેગા કર્યા હતા. છેલ્લા પાંચ માસથી બન્ને આરોપીઓ જેલની અંદર છે ત્યારે મૃતક ઇશ્વર અચાનક ક્યાંક્થી પ્રગટ થતા પરિવારજનો સહિત પોલીસ પણ આશ્વર્ચચકીત થઇ ગઇ છે.
ઇશ્વરના પરિવારજનોનું માનીએ તો પોલીસે તેમની પાસેથી બળજબરીથી મૃતદેહ ઇશ્વર નો છે એમ કબુલ કરાવ્યું હતું.
મૃતક જીવીત હાલતમાં ઘરે પરત ફરતા અનેક પ્રશ્ન ઉતપન્ન થયા છે. જેમાં ઈશ્વરની હત્યાના આરોપસર મોડાસા સબજેલમાં સજા કાપી રહેલા બે ભાઇઓ પ્રકાશ અને પારસ એ હત્યાનો ગુનો કેમ કબલ્યો? મૃતક જીવીત છે તો મૃતદેહ કોનો હતો ? શું પોલીસે જબરજસ્તીથી આરોપીઓને ગુનો કબુલ કરાવ્યો છે. ?
હાલ તો ઇસરી પોલીસની તપાસ શંકાના દાયરામાં આવી ગઇ છે ત્યારે પોલીસે ફરીથી તપાસનો એકડો ઘૂંટવાનું શરૂ કર્યુ છે. અનેક પ્રશ્નો વચ્ચે પોલીસે હવે ઈશ્વર જીવત છે તો મૃતદેહ કોનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.