ETV Bharat / state

કોરોના કાળમાં ઇપલોડા પબ્લિક હેલ્થ સેન્ટરને લાગેલું છે ખંભાતી તાળુ - અરવલ્લી ન્યૂઝ

અરવલ્લી જિલ્લના મેઘરજ તાલુકાના ઇપલોડા ગામે સાત વર્ષ અગાઉ આયુષ્યમાન ભારત યોજના હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવામાં આવ્યુ હતું . લાખોના ખર્ચ બનાવામાં આવેલું આ PHCને કોરોના કાળમાં બંધ રહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઇપલોડા પબ્લિક હેલ્થ સેન્ટર
ઇપલોડા પબ્લિક હેલ્થ સેન્ટર
author img

By

Published : May 10, 2021, 4:37 PM IST

  • મેઘરજના ઇપલોડામાં કોરોના કાળમાં PHC સેન્ટરને ખંભાતી તાળુ
  • કોરોના કાળમાં PHC બંધ રહેતા લોકોમાં હાલાકી
  • ગ્રામજનોમાં જોવા મળ્યો રોષ

અરવલ્લી : જિલ્લાના મેઘરજ તાલુકાના ઇપલોડા સહિત આસપાસના વિસ્તારોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં વધારાની સાથે વાયરલ તાવ અને ઉધરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. ઇલાજ માટે ગ્રામ વિસ્તારના મોટા ભાગના લોકો PHC પર આધાર રાખે છે. કોરાના કાળમાં PHC બંધ હોવાથી ગામમાં ડિગ્રી વગરના તેમજ DHMS ડૉક્ટર્સનો રાફડો ફાટ્યો છે. નીમ હકીમો ચોરી છૂપીથી, ઘરે ઘરે જઇ બોટલ્સ ચડાવી રહ્યા છે. આ બની બેઠલા તબીબો દર્દીઓના ઇલાજ માટે મનફાવે તેમ પૈસા વસુલી રહ્યા છે.

આ પણ વાંચો - મોડાસા મામલતદાર કચેરીની મહિલા કર્મચારી કોરોનાગ્રસ્ત થતા કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરાયા

તાત્કાલિક દવાખાનામાં સ્ટાફ મૂકવામાં આવે તેવી લોક માગ

ઇપલોડા ગામના લોકો લાચાર બની પોતાની જીંદગી જોખમમાં મૂકી બની બેઠેલા ડૉક્ટર્સ પાસેથી સારવાર લઇ રહ્યા છે. ગામમાં પબ્લિક હેલ્થ સેન્ટર હોવા છતાં તંત્રની ઉદાસીનતાને લઇને આ વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાથી વંચિત છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઇપલોડા ગામમાં તાત્કાલિક દવાખાનામાં સ્ટાફ મૂકવામાં આવે તેવી માગ ઇપલોડા અને આસપાસના ગામના લોકો કરી રહ્યા છે.

કોરોના કાળમાં ઇપલોડા પબ્લિક હેલ્થ સેન્ટરને લાગેલું છે ખંભાતી તાળુ

આ પણ વાંચો - અરવલ્લી જિલ્લામાં રેપિડ ટેસ્ટ કિટ ખૂટી પડતા લોકો પરેશાન

અરવલ્લી જિલ્લામાં કોરોનાના કહેરમાં વધારો

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી રોજના સરેરાશ 100 જેટલા વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત અત્રેના આરોગ્ય વિભાગ દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવતા નથી. તેમ છતાં આધારભૂત સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા એક અઠવાડીયાથી રોજના સરેરાશ 100 જેટલા વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થઇ રહ્યા છે. જેમાં રવિવારના રોજ 106 દર્દીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. અત્યાર કુલ 3,632 વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થયા છે. જેમાંથી 2,495 દર્દીઓ સાજા થયા છે.

આ પણ વાંચો - અરવલ્લીના કોવિડ સેન્ટર્સમાં મેડિકલ સાધનોની અછત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.