અરવલ્લી: મોડાસા શહેરમાં તબીબી અધિકારી, પેરામેડિકલ આરોગ્યકર્મીથી સજ્જ આરોગ્ય રથ દ્વારા દૈનિક સરેરાશ 150થી વધુ લોકોના આરોગ્યની તપાસણી કરાય છે. જેમાં વૃધ્ધો, બાળકો અને સર્ગભાઓનું ખાસ ધ્યાન રાખી SPO2 મશીન તેમજ ઓકસીજન લેવલ અને ટેમ્પરેચર ગન દ્વારા શરીરના તાપમાન માપી જરૂર જણાતા દર્દીઓને નજીકના સારવાર કેન્દ્રો ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવે છે.
અરવલ્લી: મોડાસાના 83316 નગરજનોના આરોગ્યની તપાસ કરાઈ - Aravalli corona update
અરવલ્લીના મોડાસા શહેરમાં કોરોના પોઝિટીવના અત્યાર સુધી 100થી વધુ દર્દીઓ નોંધાયા છે. ત્યારે સમગ્ર શહેરી વિસ્તારના કેન્ટેન્ટમેન્ટ ઝોનમાં આરોગ્ય ધન્વંતરી રથ દ્વારા આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના 83316 નગરજનોના આરોગ્યની તપાસણી કરવાની સાથે 45923 શહેરીજનોને ઇમ્યુનિટી કિટ આપી રોગપ્રતિકાર શક્તિ વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે.
અરવલ્લી: મોડાસાના 83816 લોકોની આરોગ્ય રથ દ્રારા તપાસ કરાઇ