ETV Bharat / state

મોડાસામાં ખાનગી હોસ્પિટલની લોબીમાંથી મળી આવ્યો યુવકનો મૃતદેહ - મોડાસા અર્બન હેલ્થ સેન્ટર

અરવલ્લી જિલ્લાના મોડાસાની ખાનગી હોસ્પિટલની લોબીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોડાસા ખાનગી હોસ્પિટલની લોબીમાંથી મળી આવ્યો એક યુવકનો મૃતદેહ

author img

By

Published : Jun 6, 2020, 8:34 PM IST

અરવલ્લી: જિલ્લાના મોડાસા નગરના બસસ્ટેન્ડ સામે આવેલા લક્ષ્મી ગેસ્ટ હાઉસ નીચે ખાનગી હોસ્પિટલની લોબીમાં 30 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા અનેક શંકાઓ-કુશંકાઓ પેદા થઇ હતી.

યુવક પાસેથી મળી આવેલી વસ્તુઓ પરથી તેની ઓળખ કરવામાં આવી હતી. ભરતસિંહ મોહનસિંહ પરમાર નામનો 30 વર્ષીય યુવક સાબરકાંઠા ઇડર તાલુકાના મોટા કોટડા ગામનો રહેવાસી હતો.

યુવક પીકઅપવાન દ્વારા શાકભાજીની હેરાફેરી કરતો હતો. શુક્રવારે મોડી રાત્રે મોડાસામાં પીકઅપ લઇ આવેલા ભરતસિંહને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તે રોડ પર તેનુ વાહન પાર્ક કરી લક્ષ્મી ગેસ્ટ હાઉસની નીચે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. ત્યાં લોબી આગળ જ ઢળી પડતા દોડધામ મચી હતી.

ખાનગી હોસ્પિટલની લોબીમાં 30 વર્ષીય યુવકનો મૃતદેહ પડયો હોવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસમોર્ટન માટે મોડાસા અર્બન હેલ્થ સેન્ટરમાં મોકલી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.