- શામળાજી મંદિર પાછળ ડુંગર પર યુવકનો મૃતદેહ મળ્યો
- દર્શનાર્થીએ ગામના સરપંચને જાણ કરી
- શામળાજી સરપંચે આ અંગે પોલીસને જાણ કરી હતી
અરવલ્લી: જિલ્લાના શામળાજીમાં બેચરપુરા કોલોની વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિરની પાછળ એક દર્શનાર્થીએ ઝાડ પર લટકતા મૃતદેહને જોતા ગામના સરપંચને જાણ કરી હતી. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકો જોવા ઉમટ્યા હતાં. શામળાજી સરપંચે આ અંગે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને ઝાડ પરથી ઉતારીને મૃતક યુવકની ઓળખ કરવાની કાર્યવાહી હાથધરી છે.
હત્યા કે આત્મહત્યા ?
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જોકે યુવાને આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે અંગે લોકો તર્ક- વિતર્ક કરી રહ્યાં છે. શામળાજી પોલીસે ઘટના સ્થળની જીણવટ ભરી તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસ હાથ ધર્યા
ઘટના સ્થળે આવેલા લોકોમાંથી કોઇપણ વ્યક્તિ, યુવકને ઓળખી શક્યુ નથી. જેથી તેના પરિવારજનોનો પણ સંપર્ક થઇ શક્યો નથી. હાલ તો યુવકનો મૃતદેહ પી.એચ.સીમાં છે, ત્યારે પોલીસ તેની ઓળખ કરીને પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : જામનગર નજીક નિર્જન વિસ્તારમાં સજોડે આત્મહત્યા, પ્રેમ પ્રકરણની આશંકા?