મોડાસાઃ અયોધ્યામાં આજે રામ મંદિર નિર્માણનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં દીવાળી જેવી ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ સંગઠનો દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી હતી અને ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવી હતી ત્યારે રામભક્તો ઉત્સાહમાં ઝૂમી ઉઠ્યાં હતાં.
અરવલ્લીમાં રામ મંદિર શિલાન્યાસને લઇને જશ્નનો માહોલ - Arvalli
શ્રીરામ જન્મભૂમિ શિલાન્યાસના અવસરે ફક્ત અયોધ્યામાં જ નહીં દેશભરમાં રામભક્તો માટે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રામજન્મભૂમિ મંદિર નિર્માણ માટેના સંઘર્ષ અને સદીઓની પ્રતીક્ષાનો હવે પનો ટૂંકો બની રહ્યો છે ત્યારે સ્વાભાવિક જ શિલાન્યાસના અવસરને લઇને ઉજવણી કરી પ્રાસંગિક બની રહી છે ત્યારે અરવલ્લીના મોડાસામાં પણ રામભક્તોએ યથાશક્તિ ઉજવણી કરી હતી.
અરવલ્લીમાં રામ મંદિર શિલાન્યાસને લઇને જશ્નનો માહોલ