ETV Bharat / state

ફોર્ચ્યુનર ગાડીની ચોરી કરનાર અમદાવાદનો સંજય ભદોરીયા ઝડપાયો - Fortuner vehicle

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના કલ્પતરૂ સોસાયટીમાંથી થોડા સમય અગાઉ ફોર્ચ્યુનર કાર ચોરી થઇ હતી. પોલીસે તપસ હાથ ધરતા ભરતપુર નજીક આવેલ યુ.પીની સરહદ પરથી ફોર્ચ્યુનર ગાડી બિનવારસી હાલતમાં મળી હતી. આ ચોરીની વધુ તપાસ આગળ વધારતા કારની ચોરીનો મુખ્યસુત્રધાર બાપુનગર-અમદાવાદનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જેને પોલીસે ઝડપી પાડયો છે.

ફોર્ચ્યુનર ગાડીની ચોરી કરનાર અમદાવાદ-બાપુનગરનો સંજય ભદોરીયા ઝડપાયો

author img

By

Published : Dec 24, 2020, 10:52 PM IST

  • ચોરેલ ગાડી યુ.પીની સરહદ પરથી બિનવારસી હાલતમાં મળી આવી હતી
  • બાતમીના આધારે ચોરની કરી ધરપકડ
  • આતંરાજ્ય ગેંગની સંડોવણી

અરવલ્લીઃ થોડા દિવસ અગાઉ અરવલ્લી જિલ્લાના મોડાસાની કલ્પતરૂ સોસાયટીમા રહેતા નિર્મલ ચૌધરીની ફોર્ચ્યુનર ગાડી ચોરી થતા ચકચાર મચી હતી. ઘર આગળ પાર્ક કરી હતી. ગાડી ચોરાતા કાર માલિકે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ત્રણ કર્મીઓ સાથે રાખી ફોર્ચ્યુનર ગાડીના માલિક અને તેમના મિત્રોએ ચોરી થયેલ ગાડીની શોધખોળમાં આદરી હતી. આખરે 7 દિવસની ભારે શોધખોળ બાદ ભરતપુર નજીક આવેલ યુ.પીની સરહદ પરથી ફોર્ચ્યુનર ગાડી બિનવારસી હાલતમાં મળી આવી હતી.

ફોર્ચ્યુનર ગાડીની ચોરીને અંજામ આપનાર, અમદાવાદ-બાપુનગરનો સંજય ભદોરીયા સ્વીફ્ટ કાર સાથે ઝડપાયો

બાતમીના આધારે ચોરની કરી ધરપકડ

આ અંગે ટાઉન પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમને બાતમી મળી કે, મોડાસામાંથી ચોરી થયેલ ફોર્ચ્યુનર ગાડીનો મુખ્યસૂત્રધાર સંજય ભદોરીયા સ્વીફ્ટ કારમાં મોડાસા ચાર રસ્તા થઇ રાજસ્થાન તરફ જવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી આધારિત સ્વીફ્ટ કાર પસાર થતા અટકાવી સંજય ભદોરિયાને દબોચ્યો હતો.

આતંરાજ્ય ગેંગની સંડોવણી

બદોરીયાની ધરપકડ થતા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસને આરોપીની પુછપરછ દરમ્યાન જાણવા મળ્યુ કે મોડાસામાં ફોર્ચ્યુનર ગાડી ચોરીમાં ઉત્તરપ્રદેશ આગ્રા નજીક ઉમરેઠા ગામના પ્રવિણસિંહ અજયપાલ ભદોરિયા, કાલુ અને અન્ય એક અજાણ્યો ગેંગના આરોપી સામેલ હતા. પોલીસે આ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.