મોડાસા-અરવલ્લી : અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજી મંદિરમાં ગુજરાત અને અન્ય રાજ્યો માંથી દર્શાનાર્થિઓ મંદિરે દર્શન કરવા આવે છે, જેમાં પોષ સુદ પૂર્ણિમાનો અનેરો મહિમા છે. દર પૂર્ણિમાએ હજારો શ્રદ્વાળુઓ દર્શન કરવા માટે આવે છે.
કોરોનાના કારણે મંદિર બંધ કરવાનો નિર્ણય
જો કે કોરોનાનો ફેલાવો વધતા, સરકારે જાહેર કરેલ પ્રતિબંધો ના પગલે, સંક્રમણને અટકાવવા મંદિર ટ્રસ્ટ દ્રારા પોષ સુદ પૂર્ણિમાએ એક દિવસ મંદિર બંધ કરવાનો નિર્ણય (Temple closed on Posh Sud Purnima) કરવામાં આવ્યો હતો. જોકે મંદિર બંધ હોવા છતાં ભક્તોની ભીડ યથાવત રહી હતી.
મંગળવારથી ભક્તો રાબેતા મુજબ દર્શન કરી શકશે
ઉલ્લેખનીય છે કે, મંગળવારથી ભક્તો પુનઃ રાબેતા મુજબ મંદિરમાં દર્શન કરી શકશે. જોકે કોરોના સમયગાળા (Corona Case In Gujarat)દરમિયાન સંક્રમણ અટકાવવા અનેકવાર મંદિર (Temple Closed Due To Corona) બંધ રાખવાની ફરજ પડી છે.
આ પણ વાંચો:
અરવલ્લીમાં શામળાજી મંદિરે કાર્તિકી પૂનમના પાંચ દિવસીય મેળોનું આયોજનઃ ભક્તોનું ધોડાપુર
શામળાજી મંદિરમાં કોરોનાના યોગ્ય પાલન સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી