ETV Bharat / state

શામળાજી પોલીસે ટેમ્પો ચાલક પાસેથી રૂપિયા 35.86 લાખનો ચરસનો જથ્થો કબ્જે કર્યો

author img

By

Published : Apr 29, 2021, 8:04 PM IST

અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસ અને SOG પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે ટેમ્પો ટ્રાવેલરમાં લેવામાં આવતો 23.907 કિગ્રાનો 35.86 લાખથી વધુ રૂપિયાનો કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટેમ્પો ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શામળાજી પોલીસે ટેમ્પો ચાલક પાસેથી 35.86 લાખનો ચરસનો જથ્થો કબજે કર્યો

  • શામળાજી પોલીસ અને SOG પોલીસની ટીમેની સંયુક્ત કામગીરી
  • દિલ્હીના ટેમ્પો ચાલક પાસેથી કાશ્મીરી ચરસના પેકેટ મળ્યા
  • ટેમ્પો, મોબાઇલ, રોકડ રકમ મળી કુલ 45,96,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી: જિલ્લાની શામળાજી પોલીસ અને SOG પોલીસની ટીમે બુધવારે રાત્રે બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક સઘન ચેંકીગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન, બાતમી આધારિત ટેમ્પો ચાલક (રજી નં. HR 69 D 3532 )ને અટકાવવામાં આવ્યો હતો. જેમાં, ટેમ્પોની ઉપરના ભાગમાં ગુપ્ત ખાનામાં સંતાડેલા કાશ્મીરી ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ પેકટ્સનો કુલ વજન 23.907 કીગ્રા થયો હતો. જેની અંદાજીત બજાર કીંમત 35,85,050 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે દિલ્હીના રહેવાસી વાહન ચાલક કરણ પ્રહલાદસીંગ શર્માનીની ધરપકડ કરી ટેમ્પો, મોબાઇલ, રોકડ રકમ મળી કુલ 45,96,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: શામળાજી હાઈવે પર પોલીસે રૂપિયા 2 લાખથી વધુનો દારૂ કબજે કર્યો

ડ્રગ માફિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

પોલીસે ટેમ્પો ચાલક અને ગુન્હામાં સંડોવાયેલા શખ્સો સામે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુન્હો નોંધી, ચરસ મોકલનાર અને ડીલિવરિ મેળવનાર ડ્રગ માફિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો: અરવલ્લીમાં બિનઅધિકૃત ખનિજના કેસોમાં 1 કરોડથી વધુની વસુલી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.