- પોલીસકર્મીની ઇન્સાન રાયફલ ઝૂંટવી ફરાર આરોપી ઝડપાયો
- બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી 5 વર્ષ બાદ દબોચી લીધો
- શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અરવલ્લીઃ પાંચ વર્ષ અગાઉ આંતરરાજ્ય સરહદે બોરનાલા તેમજ પાલીસોડા વિસ્તારમાં ડુંગરો પર શામળાજી પોલીસે પ્રોહિબીશનની રેડ પાડી હતી. તે સમયે બુટલેગર કલ્પેશ સિદ્ધરાજ ઉર્ફે શીવરાજ હોથાએ શામળાજી પોલીસ પર હુમલો કરી પોલીસકર્મીની ઇન્સાન રાયફલ ઝૂંટવી ફરાર થઇ ગયો હતો. શામળાજી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો.
અરવલ્લી પેરોલ ફર્લો ટીમને શામળાજી નજીક જાંબુડી ગામ નજીકથી બાઈક લઈ કલ્પેશ હોથા પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. પોલીસે જાંબુડી નજીક વોચ ગોઠવી દીધી હતી. કલ્પેશ હોથા બાઈક પર આંતરરાજ્ય સરહદ પરથી પસાર થતા પેરોલ ફર્લો ટીમે તેને દબોચી, શામળાજી પોલીસને તેનો કબ્જો આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.