- ચૂંટણીની વ્યવસ્થા અને આયોજન વિશે પત્રકારોને જાણકારી અપાઇ
- જાણકારી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
- કોરોનાના દર્દીની માટે અલગ વ્યવસ્થા
અરવલ્લી : જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીઓ તા.28 ફેબ્રુઆરીના રોજ યોજવાની છે. વહીવટી તંત્ર દ્બારા તે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અંગેની વ્યવસ્થા અને આયોજન વિશે પત્રકારોને જાણકારી આપવા માટે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંબાદકરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લા કલેક્ટર ફોર્મથી લઇને ચૂંટણીના બુથ તેમજ મત ગણતરી અંગેની વ્યવસ્થા અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત ચૂંટણીની કામગીરી માટે અધિકારીઓની નિમણૂક અંગે પણ માહિતી આપી હતી.
કોરોનાના દર્દીઓ માટે મતદાનની અલગ વ્યવસ્થા
આ પ્રસંગે કલેક્ટરે વિશેષ માહિતી આપતા જણાવ્યુ હતું કે, કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને જો કોઇ મતદારને કોરોના થયો હશે તો, તેના માટે મતદાનની અગલથી વ્યવસ્થા કરવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું.
પરિષદમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક મીડિયાના પત્રકારો
આ પત્રકાર પરિષદમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, નિવાસી નાયબ કલેક્ટર આર.જે વલ્વી તેમજ ચૂંટણીની કામગીરી સંભાળી રહેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.