- અરવલ્લીમાં રવિવારે પણ શાળાઓ રહે છે કાર્યરત
- તમામ શાળાઓમાં દર રવિવારે કસોટી લેવામાં આવે છે
- રાજ્યના શિક્ષણ પ્રધાને પણ નોંધ લીધી છે
મોડાસા (અરવલ્લી): કોરોના વાઇરસના પગલે ગત વર્ષ ફેબ્રુઆરી માસથી રાજ્યની તમામ શાળાઓ અચોક્ક્સ મુદ્દત માટે બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ, 3થી 4 માસ પછી ઑનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યુ હતું. જોકે, ઇન્ટરનેટ કનેક્ટીવીટીની સમસ્યાને લઈને અંતરિયાળ ગામ ટુંકડાના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી શક્યું નથી. હવે ટૂંક સમયમાં બોર્ડની પરિક્ષાઓ યોજાવાની છે. ત્યારે, વિદ્યાર્થીઓ ચિંતિત થયા હતા, જોકે, આ સમસ્યાના નિવારણના ભાગરૂપે, સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત અરવલ્લી જિલ્લામાંની 211 માધ્યમિક શાળાઓમાં, બોર્ડની પરીક્ષા પુર્વે, વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહે તે માટે દર રવિવારે કસોટી લેવામાં આવે છે. સાથે સાથે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપવામા આવે છે.
આ પણ વાંચો: ધરમપુરમાં વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
મોટા ભાગની શાળાઓમાં રવિવારે 90 થી 95 ટકા હાજરી
અઠવાડીયામાં જે શિક્ષણ આપવામાં આવ્યુ હોય તેનું મુલ્યાંકન કરવા માટે રવિવારે કસોટી લેવામાં આવે છે. ત્યારે, રવિવારે શાળાઓમાં વિદ્યાર્થીઓની 90થી 95 ટકા હાજરી જોવા મળે છે.
શિક્ષકોએ નવતર અભિગમને વધાવ્યો
આ નવતર પ્રયોગનો પ્રસ્તાવ જ્યારે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકો સમક્ષ મૂકવામાં આવ્યો ત્યારે, શિક્ષકોએ તે પ્રસ્તાવને વધાવી લીધો હતો. આ ઉપરાંત, શિક્ષણ કચેરીનો સ્ટાફ પણ રવિવારે શાળાની આકસ્મિક મુલાકાત લઈને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. કોરોનાકાળ શિક્ષણ પર પ્રભાવિત થયો છે. ત્યારે, વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વૃદ્વિ કરવા માટે અરવલ્લી જિલ્લા શિક્ષણ ખાતાએ સરાહનીય અભિગમ અપનાવ્યો છે, જેની નોંધ રાજ્યના શિક્ષણ પ્રધાને પણ લીધી છે.
આ પણ વાંચો: મોરબી લોક વિજ્ઞાન કેન્દ્રમાં 'આપણા જીવનમાં વિજ્ઞાનનું મહત્વ' વિષય પર સેમીનાર યોજાયો