ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં ગાંધીજયંતીના ઉપક્રમે સ્વચ્છતા તેમજ પોષણ કાર્યકમ યોજાયો - જિલ્લા ભાજપ પ્રમુખ

અરવલ્લી જિલ્લા કક્ષાના માતા યશોદા એવાર્ડ વિતરણ અને ૦૨ ઓકટોબર ગાંધી જયંતિ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ, યાત્રાધામના રાજય કક્ષાના પ્રધાન વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને અને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના ગુજરાત ક્ષેત્રેના ચેરમેન સરદારસિંહ બારૈયાના અતિથી વિશેષ ઉપસ્થિતિમાં મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ હોલ, કોલેજ કેમ્પસ મોડાસા ખાતે કરવામાં આવી હતી.

રણવીરસિંહ ડાભી
રણવીરસિંહ ડાભી
author img

By

Published : Oct 2, 2020, 10:25 PM IST

અરવલ્લીઃ ગાંધી જ્યંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વચ્છતા તેમજ પોષણ અભિયાનને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજય કક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે અધ્યક્ષ સ્થાને અને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના ગુજરાત ક્ષેત્રેના ચેરમેન સરદારસિંહ બારૈયા અતિથી વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા . કાર્યક્રમની શરૂઆતમાં પોષણ આરતી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓએ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ અંતર્ગત મહત સંદેશ આપવા માટે હેન્ડવોશનું નિદર્શન કર્યુ હતું . કાર્યક્રમ માં સંબોધતા વિભાવરીબેન દવેએ રાજય સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

ગાંધીજયંતીની ઉપક્રમે સ્વચ્છતા તેમજ પોષણ કાર્યકમ યોજાયો

આ કાર્યકમમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ગાંધીનગરથી ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફીસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ, ઇ- ભૂમિપૂજન તથા NiTA (નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશન)નું લોચિંગ કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ મહાનુભાવો સાથે પોષણ શપથ લીધા હતા. અને. સાથે ડચકા--૩ઘટકના આંગણવાડી કાર્યકર વણઝારા સુશીલાબેન અને તેડાગર બેન વણઝારા ઇન્દીરાબેનને પ્રધાન તથા મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, ICDS વિભાગના અધિકારી, જિલ્લા ભાજપ પ્રમુખ અને અગ્રણી રણવીરસિંહ ડાભી, મહિલા અગ્રણી વનીતાબેન પટેલ, જલ્પાબેન ભાવસાર અધિકારીઓ, કર્મચારીઓ, પોષણકર્મીઓ મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.