આંગણવાડીમાં સામાન્ય પ્રશ્નના નિરાકરણ ન આવતા તેની રજુઆત માટે બેઠક યોજવામાં આવી હતી. ગુજરાત આંગણવાડી સંગઠનના પ્રમુખ અરુણ મહેતાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં આંગણવાડી બહેનોના વેતન વધારવાની વાત રજુ કરવામાં આવી અને નિયત કામ કરતાં વધારાનો બોજ લાદવામાં આવતો હોવાથી પડતી મુશ્કેલીઓનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
ઉપરાંત આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતુ મધ્યાયન ભોજનની ગુણવત્તા અને બાળકોના ભોજનમાં શાકભાજી માટે ફાળવામાં આવતા પ્રતિ બાળક દીઠ ફક્ત 10 પૈસાની નીતિ વિશે બહેનોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. 450 જેટલી આંગણવાડીની બહેનો આ બેઠકમાં ઉપસ્થિત રહી પોતાના પ્રશ્ન રજૂઆત કરી હતી. જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શનની ચીમકી કર્મચારીઓ ઉચ્ચારી હતી.
જોવુ એ રહ્યુ કે, આ પ્રકારના કાયમી પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર દ્રારા ક્યારે પ્રયત્નો હાથ ધરાય છે.