- બટાકામાં છેલ્લા બે માસથી ચાલી રહી છે તેજી
- હોલસેલ બજારમાં બટાકાના મણના ભાવ 700-800 રૂપિયા
- જાન્યુઆરીમાં બટાકાનો ભાવ 1 મણના રૂપિયા 200 હતા
અરવલ્લીઃ કોરોના વાઈરસના પગલે વેપારીઓ અને ખેડૂતોને બટાકાના ભાવ ગગડવાની દહેશત હતી. જેથી મોટાભાગના ખેડૂતોએ વહેલી તકે સસ્તા ભાવમાં બટાકા વેચી નાખ્યા હતા. જો કે, બટાકામાં છેલ્લા બે માસથી તેજી ચાલી રહી છે.
![potato prices](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-potato-price-avb-gj10013_22102020155521_2210f_01721_80.jpg)
બટાકાના છેલ્લા પચાસ વર્ષના સૌથી ઉંચા ભાવ
આ વર્ષે જાન્યુઆરીમાં બટાકાનો ભાવ મણના રૂપિયા 200 હતો. જે સપ્ટેમ્બર માસમાં વધીને રૂપિયા 400થી 500 થયો હતો. ત્યારે હાલ બટાકાનો મણનો ભાવ રૂપિયા 700થી 800 છે. જે છેલ્લા પચાસ વર્ષના સૌથી ઉંચા ભાવ છે.
![potato prices](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-potato-price-avb-gj10013_22102020155521_2210f_01721_475.jpg)
નવો પાક આવશે ત્યારે ભાવ ઓછા થવાની શક્યતા
ગુજરાતમાં બટાકાની અછત હોવાથી મોટાભાગની સબ્જી મંડીઓમાં પંજાબ અને અન્ય રાજ્યોમાંથી બટાકાની આયાત કરવામાં આવે છે. વેપારીઓનું માનવું છે કે, બટાકાનું બજાર આગામી જાન્યુઆરી સુધી તેજીમાં રહેશે, જ્યારે નવો પાક બજારમાં આવશે ત્યારે ભાવ નીચા આવશે.