ETV Bharat / state

અરવલ્લીમાં બિનઅધિકૃત ખનિજના કેસોમાં 1 કરોડથી વધુની વસુલી - FIND AGAINST ILLEGLE ACTIVITY

અરવલ્લી જિલ્લામાં અવાર નવાર ખાણ ખનિજની ઘટનાઓ ઘટતી હોય છે. જેને પગલે જિલ્લા ખાણ ખનિજ દ્વારા જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાતું હોય છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ જિલ્લામાં ખનિજ ચોરીની ફરિયાદો મળતા જિલ્લા ખાણ ખનિજ દ્વારા રાત્રે અને દિવસે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં બિનઅધિકૃત ખનિજના કેસોમાં રૂપિયા 1 કરોડ 31 લાખ વસુલ કરવામાં આવ્યા છે.

અરવલ્લીમાં બિનઅધિકૃત ખનિજના કેસોમાં 1 કરોડથી વધુની વસુલી

author img

By

Published : Mar 28, 2021, 12:41 PM IST

  • અરવલ્લીમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહન પર જિલ્લા ભુસ્તરશાસ્ત્રી વિભાગે તવાઇ બોલાવી
  • ચાલુ વર્ષે રૂપિયા 1 કરોડ 31 લાખ વસુલાયા
  • માર્ચમાં 17 કેસો, અંદાજે 5 કરોડનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી: ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહન પર જિલ્લા ભુસ્તરશાસ્ત્રી વિભાગે તવાઇ બોલાવી છે. જેમાં ચાલુ વર્ષે બિનઅધિકૃત ખનિજના કેસોમાં રૂપિયા 1 કરોડ 31 લાખ વસુલ કરવામાં આવ્યા છે.

જિલ્લા ખાણ ખનિજ દ્વારા સઘન ચેકિંગની કામગીરી

અરવલ્લી જિલ્લામાં અવાર નવાર ખાણ ખનિજની ઘટનાઓ ઘટતી હોય છે. જેને પગલે જિલ્લા ખાણ ખનિજ દ્વારા જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાતું હોય છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ જિલ્લામાં ખનિજ ચોરીની ફરિયાદો મળતા જિલ્લા ખાણ ખનિજ દ્વારા રાત્રે અને દિવસે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યુ હતું. અરવલ્લી જિલ્લા ખાણ ખનિજની ટીમ દ્વારા ચાલુ માસમાં ગેર ધોરણ ખનિજ ખનન-વહન-સંગ્રહ બદલ કુલ 17 કેસો કરી અંદાજે 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કલેક્ટર કચેરીમાં વાહનોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. આ કેસોમાં રૂપિયા 25 લાખની દંડકીય વસુલાત કરવા નોટિસ પાઠવવામાં આવી છે. જે અંતર્ગત રૂપિયા 18 લાખની વસુલાત થયેલી છે.

આ પણ વાંચો: ગુંદરી ચેકપોસ્ટ નજીકથી 30 લાખના મુદ્દામાલ સાથે ખનીજ ચોરીની 3 ટ્રકો ઝડપાઇ

ચાલુ સાલે રૂપિયા 5,483 લાખ મહેસૂલી આવક થઈ

જિલ્લામાં ચેકિંગની કામગીરીના પરિણામે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગેરધોરણે ખનન-વહન-સંગ્રહ બદલ કુલ 100 જેટલા કેસો કરી કુલ રૂપિયા 1 કરોડ 31 લાખ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી તથા રૂપિયા 5,483 લાખ મહેસૂલી આવક થઈ છે. ખાણ ખનીજ વિભાગમાં જણાવ્યા અનુસાર આગામી સમયમાં પણ સઘન ચેકિંગ હાથ ધરીને ગેરધોરણે ખનન-વહન-સંગ્રહમાં સંકળાયેલા ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા શખ્સો અને મુદ્દામાલ ઝડપીને સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: મહેસાણામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ, પોલીસે રૂ. 3.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.