- અરવલ્લીમાં વરસાદે સર્જી આફત
- પાકની વાવણી ધોવાઈ
- ખેડૂતોએ સર્વેની માગ કરી
અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના ભવાનીપુરા કંપામાં મંગળવારે સાંજે વરસાદે તારાજી સર્જી હતી. મંગળવારે સાંજે સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો પરંતુ ખોબા જેવડા ભવાનીપુરા કંપામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ હતું. આભ ફાટતા માત્ર 45 મીનીટના સમગ્ર ગામ પાણી પાણી થઈ ગયું હતું. સારા પાકની આશાએ વાવેલા ખેડૂતોનું મોંઘાભાવનું બિયારણ વરસાદી પાણીમાં ધોવાઇ ગયું. સોયાબીન અને મગફળીની વાવણી થતાંની સાથે પ્રથમ વરસાદમાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા હતા.
આ પણ વાંચો : સુરત: કામરેજમાં રાત્રે 6 કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ
સર્વેની માગ
આ અંગે ભવાનીપુરા કંપના ખેડુતો એ જિલ્લા કલેકટર ને આવેદપત્ર આપી રજુઆત કરી હતી. ખેડુતો નુકશાનીના સર્વેની માગ કરી હતી. જિલ્લા કલેક્ટરે બે દિવસમાં સ્થળ તપાસ કરશે તેવું આશ્વાસન આપ્યુ઼ હતું.
આ પણ વાંચો : અમદાવાદમાં માત્ર અઢી કલાક વરસાદમાં જ મનપાના પ્રિમોન્સુન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા
છેલ્લા ત્રણ દિવસમાં અરવલ્લીમાં નોંધપાત્ર વરસાદ થયો
અરવલ્લી જિલ્લમાં છેલ્લા ત્રણ દિવસ થી સાંજના સમયે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લાના મોડાસા માં 131 મી.મી , ભિલોડામાં 36 મીમી મેઘરજમાં 65 મીમી માલપુર 37 મીમી બાયડ 24 મીમી ધનસુરા 38 મીમી વરસાદ નોંધાયો છે.