ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ માટે કાર્યવાહી હાથ ધરાઇ - modasa news

કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં હાલ ઓક્સિજનની તાતી જરૂર ઉભી થઇ છે. કેટલાય દર્દીઓ ઓક્સિજન ન મળવાને કારણે મોતને ભેટ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની યોજનાને તાત્કાલિક ધોરણે મંજૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Aravalli news
Aravalli news
author img

By

Published : Apr 25, 2021, 6:19 PM IST

  • અરવલ્લી જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ માટે કાર્યવાહી હાથ ધરાઇ
  • મોડાસા અને ભિલોડા ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની યોજના
  • હાલ દર્દીઓના સંબધીઓ ઓક્સિજન માટે વલખાં મારી રહ્યા છે

અરવલ્લી : તાજેતરમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ, ભારતમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ તમામ હોસ્પિટલમાં બેડ દર્દીઓથી ભરાઈ ગયા છે. રાજ્યમાં એકાએક દર્દીઓ વધવાને પરિણામે ઓક્સિજનની ગંભીર અછત સર્જાઇ છે. અરવલ્લી જિલ્લામાં હાલ ઓક્સિજન બહારથી લાવવામાં આવે છે. જેમાં દર્દીઓને ખુબ જ તકલીફ પડી રહી છે. દર્દીઓના સગાસંબધીઓને ઓક્સિજન માટે વલખાં મારવા પડી રહ્યા છે. આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં અરવલ્લી જિલ્લામાં ઓક્સિજનની અછત ન રહે અને સરળતાથી જરૂરી ઓક્સિજન મળી રહે તે માટે, મોડાસા અને ભિલોડા ખાતે તાત્કાલિક ધોરણે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવાની યોજનાને મંજૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ માટે કાર્યવાહી હાથ ધરાઇ

આ પણ વાંચો - મોડાસા મામલતદાર કચેરીની મહિલા કર્મચારી કોરોનાગ્રસ્ત થતા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા

પ્રધાન અને સંત્રીઓનો સંયુક્ત પ્રયાસ

ઓક્સિજન પ્લાન્ટ જિલ્લામાં ઊભા થવાની પરિણામે આગામી સમયમાં કોઈ પણ દર્દીએ ઓક્સિજનની અછતને કારણે જીવ ગુમાવવો ન પડે, તે માટે અરવલ્લી જિલ્લાના પ્રભારી પ્રધાન રમણલાલ પાટકર, જિલ્લા કલેક્ટર ઔરંગાબાદકર તેમજ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી દ્વારા સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિજનનો તબીબ પર હુમલો

PMKKY યોજના હેઠળ ઉપલબ્ધ ફંડ આરોગ્યલક્ષી સેવાઓ માટે ફાળવણી કરી શકાય છે

આ અંગે સભ્ય સચિવ DMF અને અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશમાં PMKKY યોજના અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ઉપલબ્ધ ફંડના 30 ટકા લેખે કોરોના મહામારી સામે આરોગ્યલક્ષી સેવાઓ માટે ફાળવણી કરી શકાય છે. હાલના સંજોગોમાં સૌથી વધારે અગત્યતા ઓક્સિજન પ્લાન્ટની અને વેન્ટિલેટર દર્દીઓ સહિતના મોનિટરિંગ માટેના સાધનોની તેમજ આઇસોલેશન બેડની છે, જે મંજૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.