અરવલ્લીઃ અરવલ્લી પોલીસે 6 સ્થળોએ રેડ પાડીને દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. પોલીસે ધનસુરા તાલુકામાં લાલપુર, વડાગામ અને જામઠા ગામે દેશી દારૂનો વેપાર કરતા 5 બુટલેગરોની દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો. બીજી તરફ જિલ્લાની એલ.સી.બી પોલીસે પણ ધનસુરા પંથકમાં કનાલ ગામ નજીક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી હતી.
ધનસુરા પોલીસે પાંચ સ્થળોએ રેડ પાડી કુલ અંદાજે રૂપિયા 6000નો મુદ્દા માલ કબ્જે લીધો હતો તેમજ ફરાર થયેલા બુટલેગરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. તો જિલ્લાની એલ.સી.બી ની ટીમે કનાલ ગામ નજીક બાતમીના આધારે રેડ કરતા બુટલેગરોને પોલીસની જાણ થતા ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે દેશી દારૂ ગાળવાનો વોશ 720 લીટર જેની કિંમત રૂપિયા 1440નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી બુટલેગરોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.