ETV Bharat / state

અરવલ્લીઃ મોડાસામાં ચોરીની ઘટનાઓ વધતાં પોલીસે નગરજનો સાથે બેઠક યોજી - Theft

અરવલ્લી જિલ્લામાં અને ખાસ કરીને મોડાસાનગરમાં છેલ્લાં કેટલાક સમયથી ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. જેને લઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મંગળવારે સાંજે નગરની 300 જેટલી હાઉસીંગ સોસાયટીના અગ્રણીઓ સાથે પોલીસ ઇન્સ્પેકટર ચંદ્રસિંહ વાઘેલાએ બેઠક યોજી નગરના રહીશોને ચોરીને રોકવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

અરવલ્લીના મોડાસામાં ચોરીની ઘટનાઓ વધતા પોલીસે નગરજનો સાથે બેઠક યોજી

author img

By

Published : Oct 28, 2020, 4:14 PM IST

Updated : Oct 28, 2020, 7:31 PM IST

  • ગત સપ્તાહમાં મોડાસા નગરમાં ચોરીની સરેરાશ રોજની બે ઘટનાઓ
  • ટાઉન પી.આઇ સી.પી. વાઘેલાએ નગરજનોને માર્ગદર્શન આપ્યું
  • 300 જેટલી હાઉસિંગ સોસાયટીના અગ્રણીઓ રહ્યાં મીટિંગમાં હાજર

    મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન ઘરફોડ ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ગત સપ્તાહમાં મોડાસા નગરમાં ચોરીની સરેરાશ રોજની બે ઘટનાઓને અંજામ આપી તસ્કરો એ પોલીસ સામે પડકાર ફેંક્યો છે. ચોરીની ઘટનાઓ ન બને તે માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે પરંતુ નગરજનો પણ સજાગ રહે તે માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પરિસરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટાઉન પી.આઇ સી.પી. વાઘેલાએ નગરજનોને હાઉસીંગ સોસાયટીઓમાં કેવી રીતે ચોરીની ઘટનાઓ બનતી અટકાવી શકાય છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં 300 જેટલી હાઉસિંગ સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
    મોડાસાની 300 સોસાયટીના રહીશો સાથે પોલીસે ચોરીઓ અટકાવવા બેઠક કરી હતી

Last Updated : Oct 28, 2020, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.