ઘનુસુરા તાલુકાના શિવપુરા કંપા ગામે આવેલી ગૃપ સેવા સહકારી મંડળીના પુર્વ ચેરમેન અને સેક્રેટરીએ મળીને ઉચાપત આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. હાલ તો ગામમાં ગૃપ સેવા સહકારી મંડળીની કોઇ શાખાનુ મકાન કે, તેનુ પાટીયુ પણ જોવા મળતુ નથી પરંતુ આમ છતાં પણ તેઓએ મંડળીની રચના બાદ તેના હોદ્દા પર બીરાજમાન થઇને ઉચાપત કરી લીધી હતી. વર્ષ 2008થી વર્ષ 2016ના 8 વર્ષ દરમિયાન આ ઉચાપત કરવામાં આવી હતી.
70 લાખ રૂપિયાની રકમને ખોટા દસ્તાવેજોના આધારે મંડળીના ચેરમેન અને સેક્રેટરીએ પૈસા પોતાના ખીસ્સામાં સેરવી લીધા હતા અને બાદમાં વર્ષ 2016 બાદ મંડળીની સ્થિતી હાલક ડોલક થઇ ગઇ હતી અને ત્યાર બાદ ફડચા અધીકારીની નિમણુંક કરવામાં આવી હતી અને ફડચા અધીકારીએ હીસાબોને જોતા આખરે મામલો ગોલમાલનો સામે આવ્યો હતો.
જે ગોલમાંલની તપાસ પ્રાથમિક રીતે હાથ ધરી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકમાંથી 70 લાખ રૂપિયાની માતબર રકમની કેસીસી લોન મેળવી હતી. આ લોન મેળવવા માટે થઇને ખોટા દસ્તાવેજો તારણ માટેના રજૂ કર્યા હતા અને જેના આધારે બેંકે તેમને લોન આપી હતી અને તે લોનની રકમને બારોબાર જ પોતે ઉચાપત કરી લીધી હતી.
ઘનસુરા પોલીસે હવે બંને સત્તાધારી વિરૂદ્વ ફરીયાદ દર્જ કરીને તપાસ હાથ ઘરી હતી. પોલીસે હવે આ ગોલમાલમાં સાબરકાંઠા બેંકના અધિકારીઓ પણ લોન આપવામાં અને દસ્તાવેજો અંગે પણ બેદરકારી દાખવી હતી.