ETV Bharat / state

અરવલ્લીમાં જાહેરમાં તમાકુ અને સિગરેટનું સેવન કરતાં લોકોને દંડ કરાયો - Penaltie

અરવલ્લી: જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરમાં સૌપ્રથમવાર તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 કલમ હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન કરનાર અને તમાકુયુક્ત પાન મસાલા ખાનાર લોકો સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી . મોડાસા ચાર રસ્તા પર જાહેરમાં ધુમ્રપાન અને તમાકુનું સેવન કરનારને દંડ ફટકારવામાં આવ્યો હતો.

અરવલ્લી
author img

By

Published : Jun 15, 2019, 7:14 PM IST

અરવલ્લી જિલ્લાના DYSP ઈશ્વર પરમાર અને મોડાસા ટાઉન પોલીસે મોડાસાના હાર્દ સમા ચાર રસ્તા પર જાહેરમાં ધૂમ્રપાન કરનાર અને પાન-મસાલા ગુટખાનું સેવન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા 100નો દંડ સ્થળ પર વસુલ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહી જોઈ અન્ય ગુટખા સેવન કરનાર લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જ્યારે આ કાર્યવાહીને સામાન્ય નાગરિકોએ આવકારી હતી.

અરવલ્લીમાં જાહેરમાં તમાકુ અને સિગરેટનું સેવન કરતાં લોકોને દંડ કરાયો

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નિકોટીનયુક્ત ગુટખા પાન મસાલાના વેચાણ અને સંગ્રહ પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે ભાવિ પેઢી આ વ્યસનથી દૂર રહે તેના માટે જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરી શકે છે.

Intro:અરવલ્લી જિલ્લામાં જાહેરમાં તમાકુ અને સિગરેટનું સેવન કરતાં લોકોને દંડ કરવામાં આવ્યો

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરમાં સૌપ્રથમવાર તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 કલમ હેઠળ જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરનાર અને તમાકુયુક્ત પાન મસાલા ખાનાર લોકો સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી . મોડાસા ચાર રસ્તા પર જાહેરમાં ધુમ્રપાન અને તમાકુ નું સેવન કરનારને દંડ ફટકારવામાં આવ્યો હતો

Body:અરવલ્લી જિલ્લા ડીવાયએસપી ઈશ્વર પરમાર અને મોડાસા ટાઉન પોલીસે મોડાસાના હાર્દ સમા ચાર રસ્તા પર જાહેરમાં ધૂમ્રપાન કરનાર અમે પાન-મસાલા ગુટખાનું સેવન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા સો નો દંડ સ્થળ પર વસુલ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહી જોઈ અન્ય ગુટખા સેવન કરનાર લોકો માં અફરાતફરી મચી ગઇ હતી જ્યારે આ કાર્યવાહીને આમ નાગરિકોએ આવકારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે નિકોટીનયુક્ત ગુટખા પાન મસાલા ના વેચાણ અને સંગ્રહ પ્રતિબંધ લાદી દીધો છે ત્યારે ભાવિ પેઢી આ વ્યસન થી દૂર રહે તેના માટે જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારાઓ સામે પોલીસ ગમે ત્યારે કાર્યવાહી કરી શકે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.