ETV Bharat / state

અરવલ્લી: ભિલોડા તલાટીએ RTI હેઠળ માહિતી ન આપતા તલાટી ઑફિસમાં ગ્રામજનોના ધરણા

અરવલ્લી જિલ્લાનું ભિલોડા તાલુકા મથક હોવા છતાં પણ વિકાસથી વંચિત છે. ગ્રામપંચાયત સંચાલિત ભિલોડા નગરના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઇ રહ્યા છે. આ દરમિયાન પૂર્વ સરપંચે ITI હેઠળ વિકાસના કામોમાં ખર્ચ કરવામાં આવેલી ગ્રાંટની માહિતી તલાટી પાસેથી માંગી હતી. જે ન અપાતા પૂર્વ સરપંચ સહિત અન્ય જાગૃત ગ્રામજનોએ ગુરૂવારે તલાટી ઑફિસમાં પ્રતિક ધરણા કર્યા હતા.

ભિલોડા તલાટીએ RTI હેઠળ માહિતી ન આપતા તલાટી ઑફિસમાં ગ્રામજનોના ધરણા

author img

By

Published : Dec 18, 2020, 1:43 PM IST

  • ભિલોડામાં વિકાસના કામો હેઠળ RTI
  • તલાટીએ માહિતી ન અપાતા પૂર્વ સરપંચ સહિત ગામલોકોના ધરણા
    ભિલોડા તલાટીએ RTI હેઠળ માહિતી ન આપતા તલાટી ઑફિસમાં ગ્રામજનોના ધરણા

અરવલ્લી: અરવલ્લી જિલ્લાનું ભિલોડા નગર તાલુકા મથક હોવા છતાં વિકાસ ઝંખી રહ્યું છે. સરકાર વિકાસ માટે ગ્રાંટ તો ફાળવે છે પરંતુ ગ્રાન્ટમાંથી મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ભિલોડા નગરમાં વિકાસ માટે વર્ષ દરમ્યાન લાખ્ખો-કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવે છે તેમ છતાં લોકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. આ પરિસ્થિતીથી વ્યથિત થઇને નગરના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટ અંગેની માહિતી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભીખાભાઇ ભાટીયાએ તલાટી પાસે માંગી હતી. જો કે માહિતી આપવાના બદલે તલાટીએ પૂર્વ સરપંચ સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પૂર્વ સરપંચ અને જાગૃત નાગરિકોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ

તલાટીના બેજવાબદાર વર્તનના વિરોધમાં પૂર્વ સરપંચ અને જાગૃત નાગરિકોએ ગ્રામ પંચાયત કચેરીમાં જ એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી રામધુન બોલાવી હતી. પૂર્વ સરપંચ ભીખાભાઈ ભાટિયા સહીત જાગૃત નાગરિકોએ ન્યાયની માગ કરી ભ્રષ્ટાચાર કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવા માટે માગ કરી હતી.

સરકારી બાબુઓએ RTI એક્ટને પાંગળો કર્યો

સરકારી કચેરીઓમાં પાંગરી રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા લોકો RTI એક્ટનો સહારો લે છે પરંતુ આ કાયદાને સરકારી બાબુઓએ યેન કેન પ્રકારે પાંગળો કરી નાખ્યો છે. માહિતી આપવામાં ગલ્લાંતલ્લાં અને અધૂરી માહિતી આપવાના કિસ્સાઓમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.