મોડાસા નગરપાલિકા સંચાલિત ઓધારી તળાવની ફરતે બગીચો બનાવામાં આવ્યો છે. જો કે, સફાઈ પ્રત્યે બેદરકારી રાખવામાં આવતી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. સવાર સાંજ લોકો અત્રે ચાલવા તેમજ સ્વચ્છ ઓબોહવા માટે આવે છે, પરંતુ આ સ્થળે ગંદકીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે.
નગરજનોની સુખાકારી માટે બચીચો બનાવામાં આવ્યો છે પરંતુ પાલિકાની નિષ્કાળજી ના કારણે લોકો બગીચામાં આવવાનું ટાળી રહયા છે. જેથી તળાવની ફરતે તાત્કાલિક ધોરણે સફાઈ કરવવામાં આવે તેવી લોકમાંગણી પ્રબળ બની છે.