લોકસભા બેઠકના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરના સમર્થનમાં મોડાસા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવક્તા તરીકે હાલમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હા સામેલ થવાના હતા, પરંતુ કોઇ કારણોસર તે પહોંચી ન શકતા લોકો નિરાશ થયા હતા. તેના સ્થાને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સભાને સંબોધી મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
આ ઉપરાંત વધુમાં ગણપત વસાવાએ રાહુલ ગાંધી જ્યારે ઊભા થાય છે ત્યારે ગલુડિયા જેવા દેખાય છે તેવું નિવેદન સામે રાજીવ સાતવે ભાજપની આવી જ માનસિકતા અને વિચારશૈલી હોવાનું જણાવ્યું હતું. સભાના અંતે કેટલાક પાટીદાર નેતાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતા તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી તેનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.