અરવલ્લીઃ અખાત્રીજના દિવસે ભૂમિપુત્રો ખેતીના ઓજારોની પૂજન વિધિ કરતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ ટ્રેકટરની પૂજન વિધિ કરી ખેતીની શરૂઆત કરી હતી.

વર્ષો પહેલા ખેતરમાં હળ ચલાવવા માટે બળદ ઉપયોગમાં લેવામાં આવતા હતા પરંતુ હવે આધુનિક જમાનામાં ટ્રેક્ટરએ બળદનું સ્થાન લીધું છે. તેથી હવે અખાત્રીજના દિવસે ખેડૂતો ટ્રેક્ટરની પૂજા કરે છે. ખેડૂત પરિવારના તમામ સભ્યો ટ્રેક્ટરની પૂજા કરી મોં મીઠું કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.
અખાત્રીજના દિવસે વર્ષ દરમિયાન કયા પ્રકારની ખેતી કરવી તેનું આયોજન કરવામાં આવે છે. તેમજ ગત વર્ષનો હિસાબ કરવામાં આવી છે. દર વર્ષે આ અખાત્રીજે વહેલી સવારે ભૂમિપુત્રો એક જ સ્થળે એકઠા થઇ એક ખેતરમાં ભેગા મળી સામૂહિક ઘર ચલાવી ખેતીની મુહૂર્ત કરે છે પરંતુ કોરોનાના કારણે સમૂહ નહીં પણ પોતાના ખેતરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી ખેતીનું મુહૂર્ત કર્યું હતું.