અરવલ્લી : હિંમતનગર ખાતે સિવિલમાં આઈસોલેશનમાં કામ કરતા યુવકને કોરોના પૉઝિટિવ સામે આવતાં સાબરકાંઠા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે અને તેની અસર અરવલ્લીમાં પણ જોવાઇ મળી છે.
અરવલ્લીમાં પણ કોરોનાની દસ્તકના ભયને લઈને કલેક્ટરે મંગળવારના રોજ નવું જાહેરનામુ બહાર પાડ્યું હતું. જેમાં અનેક નવા નિયમો કોરોના સંક્રમણને રોકવા માટેના લાદવામાં આવ્યા છે. લૉકડાઉન જાહેર થયું છતાં લોકો ઘરની બહાર નિકળવાનુ બંધ કરતા નથી.
લૉકડાઉનનો સંપૂર્ણ અમલ કરવામાં લોકો ઉણા ઉતરી રહ્યાં હોવાને કારણે કડક અમલ કરાવવા તંત્રએ કમર કસી છે, ત્યારે કલેક્ટરે મંગળવારના રોજ નવું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું હતું. જેમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા અંગેના નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
૧) લેખિત પરવાનગી વગર અવર-જવર પર પ્રતિબંધ લદાયો
૨) શાકભાજી સવારે ૭થી ૧૦ સુધી જ વેચી શકાશે
૩) જિલ્લામાંથી બહાર જવા કે પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ
૪) ગામડાઓમાં એક જ પ્રવેશદ્વાર રાખવા અને રસ્તાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ
૫) બાઈક પર એક વ્યક્તિ અને કારમાં ત્રણ વ્યક્તિઓને જ મુસાફરી કરવા સૂચન
૬) ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મુસાફરી પર પ્રતિબંધ (મેડિકલ ઈમર્જન્સી સિવાય)
૭) ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનની કડક અમલવારી કરવા પોલીસને સતર્ક કરાઈ