- સર્વ સમાજની અને વણીક સમાજની પેનલ વચ્ચે ખરાખરીનો જંગ
- ત્રણ સભ્યો ચૂંટણી પુર્વે જ થયા બિનહરીફ
- 12 બેઠકો માટે રવિવારે યોજાઈ ચૂંટણી
અરવલ્લી: જિલ્લાના મોડાસાની નાગરીક સહકારી બેન્કની ચૂંટણી કલરવ હાઈસ્કુલમાં યોજવામાં આવી હતી. 12 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સર્વ સમાજની અને વણીક સમાજની પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં વણીક સમાજની ઘોડાની પેનલમાં 10 ઉમેદવારો અને સર્વ સમાજની વાઘની પેનલમાંથી 08 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.
આ પણ વાંચો: ગોંડલ નાગરિક સહકારી બેન્કમાં 5 લાખની ઉચાપત થઈ હોવાની જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત
મોડાસા શહેર પ્રમુખ પણ મેદાનમાં
વાઘ પેનલનું સૂત્ર 'સારા માણસની જગ્યાએ મારા માણસને ગોઠવવાની પ્રથા બંધ કરીશું' એ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ ચૂંટણીમાં મોડાસાના નામાંકીત બિલ્ડર, તબીબ, વેપારી, પત્રકારો અને સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા વ્યક્તિઓએ પણ ઝંપલાવ્યું છે. આ ઉપરાંત ભાજપના મોડાસા શહેર પ્રમુખ પણ વણીક સમાજની પેનલ સાથે મેદાનમાં છે.
આ પણ વાંચો: મોડાસા નાગરિક સહકારી બેંકનો કર્મચારી કોરોનાગ્રસ્ત, આગામી 3 દિવસ બેંક બંધ રહેશે
નાગરીક સહકારી બેંકમાં 4000 ઉપરાંત સભાસદો
નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતમાં નાણાંકીય સહકારી સંસ્થાઓમાં અગ્ર સ્થાન ધરાવતી મોડાસા નાગરીક સહકારી બેંકમાં 4000 ઉપરાંત સભાસદો છે. જેથી આ ચૂંટણીના પરિણામોની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.