મોડાસા : અરવલ્લી જિલ્લાના મોડાસામાં 55 વર્ષીય પુરુષ, તેમજ 50 વર્ષીય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે, તેથી પોઝિટિવ કેસ જાહેર થતા ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોંધાયેલા પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.
આવા વિસ્તારમાં આરોગ્યની ચાર ટીમ દ્વારા કુલ 150 ઘરની કુલ 626 વસ્તીનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. તે પૈકી દર્દીના સંપર્કમાં આવેલા કુલ 21 વ્યક્તિઓને જરૂરી માર્ગદર્શન આપી હોમકોરેનન્ટાઇન કરવામાં આવ્યા હતા. બુધવારના રોજ મેઘરજ તાલુકાના ગોરવાડાના મહિલા પોઝિટિવ દર્દીની સારવાર પૂર્ણ થતા હિંમતનગર સિવીલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હાલમાં હોમકોરેન્ટાઇન સંખ્યા કુલ 111 છે. તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તેવા કુલ 820 વ્યક્તિઓને હોમકોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 02, તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 16 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.તેમજ અરવલ્લી જિલ્લાના 05 પોઝિટિવ દર્દીઓ હિમતનગર સિવીલ હોસ્પિટલમાં, તેમજ ગાંધીનગર કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.