ETV Bharat / state

લોકોડાઉનમાં મોહસીને આઝમ મિશન દ્વારા સાચા અર્થમાં કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવી - modasa news

ગયા વર્ષે 24 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના રોગના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં 21 દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન મોડાસાની હોસ્પિટલમાં બહારગામથી આવેલા દર્દીઓ તેમજ વતન તરફ જઇ પરપ્રાંતીય શ્રમજીવીઓ માટે જમવાનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આવા કપરા સમયે મોડાસામાં કાર્યરત મોહસીને આઝમ મિશન દ્વારા હોસ્પિટલમાં અને પગપાળા વતન તરફ જઇ રહેલા લોકો માટે અવિરત જમવાની વ્યવસ્થા કરી હતી.

લોકડાઉન દરમિયાન મોહસીને આઝમ મિશન દ્વારા માનવતાની મહેક પ્રસરાવી

author img

By

Published : Mar 27, 2021, 4:47 PM IST

Updated : Mar 27, 2021, 5:49 PM IST

  • લોકડાઉન દરમિયાન મોહસીને આઝમ મિશન દ્વારા માનવતાની મહેક પ્રસરાવી
  • પગપાળા વતન તરફ જઇ રહેલા લોકોમાં ફૂડ પેક્ટ્સનું વિતરણ કર્યુ
  • ડોર ટૂ ડોર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

અરવલ્લી: લોકડાઉન જાહેર થયા બાદ જાણે સમગ્ર ભારત થંભી ગયુ હતું. અચાનક આવી પડેલી આફત સામે લોકોની મુશ્કેલીઓ ઓછી કરવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ સમસ્યાઓના કદ સામે ક્યાંકને ક્યાંક તંત્રનો પનો ટૂંકો પડી રહ્યો હતો. આવા સમયે સેવાકીય સંસ્થાઓના સ્વંયસેવકો સાચા અર્થેમાં કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં લોકડાઉન દરમિયાન સેવાકીય કાર્યાથી મોહસીને આઝમ મિશન દ્વારા માનવતાની મહેક પ્રસરાવી હતી. લોકડાઉનના સમયે રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીની દુકાન બંધ હોવાથી અનેક સ્થળોએ ફસાયેલા લોકો માટે ભોજનનો મોટો પ્રશ્ન થઇ પડ્યો હતો, ત્યારે મોહસીને આઝમ મિશનના સ્વંયસેવકો દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને તેમજ પગપાળા વતન તરફ જઇ રહેલા લોકોમાં ફૂડ પેક્ટ્સનું વિતરણ કર્યુ હતું. આ સેવાકીય કાર્ય મિશનના સ્વંયસેવકો સમગ્ર લોકડાઉન દરમિયાન અવિરત કરવામાં આવ્યું હતું.

ડોર ટૂ ડોર સ્ક્રિનીંગ કરવામાં આવ્યું
ડોર ટૂ ડોર સ્ક્રિનીંગ કરવામાં આવ્યું

આ પણ વાંચો: લોકડાઉનને એક વર્ષ પૂર્ણ, સાંભળો કોરોના વોરિયર્સની જુબાની

પ્રાથમિક સારવાર આપવામાં આવી

કોરોના વાઈરસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લોકોને તીવ્ર ગતિએ આગોશમાં લેવાનું શરૂ કર્યુ, ત્યારે આઝમ મિશન દ્વારા દર્દીઓનો ઘર સુધી ઓક્સિજન બોટલ પહોંચાડવામાં આવ્યા હતા તેમજ ઓકિસીમીટર અને થર્મોમીટર દ્વારા ડોર ટૂ ડોર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

સાચા અર્થમાં કોરોના વોરિયર્સ

કોરોનાથી વિશ્વમાં જાણે અંધકાર છવાયો હતો, ત્યારે દેશમાં સેવાકીય સંસ્થાઓ તારાઓની જેમ ચમકી હતી. જેમાંથી એક તારો અરવલ્લીના મોડાસામાં પણ હતો. વિશ્વભરમાં સંકટ છવાયેલું હતું, ત્યારે કપરા કાળમાં સમાજ માટે ખડે-પગે રહીને મોહસીને આઝમ મિશન દ્વારા જરૂરીયાતમંદોના દ્વાર સુધી પહોંચી સાચી સમાજસેવા કરી હતી. કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવી હતી.

પગપાળા વતન તરફ જઇ રહેલા લોકોમાં ફુડ પેક્ટ્સનું વિતરણ કર્યુ

આ પણ વાંચો: અમદાવાદમાં રસીકરણ સાથે કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો

કોઇ પણ જાતના ભેદભાવ વિના ભોજન તેમજ રાશન કીટ પહોંચાડવામાં આવી

આ અંગે મિશનના સંચાલક તારીક બાંડી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું, ત્યારે અમારા કાર્યકરોના ધ્યાનમાં આવ્યું કે, મોડાસામાં જનતા કરફ્યૂ હોવાથી બજારો બંધ હતી અને હોસ્પિટલમાં દર્દીઓને ભોજન અને નાસ્તો મળ્યો ન હતો. એ દિવસે સર્વે કરી 170 જેટલા દર્દીઓના નામ નોંધ્યા હતા. જોકે સાંજ સુધીમાં સંખ્યા 700 સુધી પહોંચી ગઇ હતી. જ્યાં સુધી અનલોક ન થયું ત્યાં સુધીમાં 84,000 જેટલા ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં પગપાળા પોતાના વતન તરફ જઇ રહેલા પરપ્રાંતીય લોકો માટે પણ સૌપ્રથમ કેમ્પ લગાવામાં આવ્યો હતો. આ ઉપરાંત કન્ટેઇનમેન્ટ ઝોન તેમજ રાહત કેમ્પમાં પણ કોઇ પણ જાતના ભેદભાવ વિના ભોજન તેમજ રાશન કીટ પહોંચાડવામાં આવી હતી.

ઓક્સિજનની સમસ્યા સર્જાતા ઓક્સિજન બોટલ પણ વસાવી હતી

તારીક બાંડીએ વધુમાં જણાવ્યુ હતું કે, કોરોનાના કારણે લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. તેને ઓછો કરવા માટે ડોકટર્સની સલાહ મુજબ 70 ઓકિસીમીટર વસાવીને 70થી વધુ ટીમો બનાવીને સમગ્ર વિસ્તારના લોકોનું ઓક્સિજન ચેક કરી લોકોમાંથી ભય ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઓક્સિજનની સમસ્યા સર્જાતા ઓક્સિજન બોટલ પણ વસાવી હતી અને અત્યાર સુધી 250 દર્દીઓ આ બોટલનો નિ:શુલ્ક લાભ લઇ ચુક્યા છે. આ સમય એ વાત ધ્યાને આવી કે જે ગરીબ લોકોને કોરોના પ્રારંભિક અસર જેમ કે, શરદી-ખાંસી અને તાવ હોવા છતાં તે લોકો દવા લેવા જતા ન હતા. કારણ કે ધંધો અને રોજગાર પ્રભાવિત થયા હતા. આ સમયે મિશન દ્વારા મેડિકલ સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી. જેમાં મોડાસાના સિલેક્ટેડ ડોકટર્સની પરચી આપી ઇલાજ કરાવામાં આવ્યો હતો.

Last Updated : Mar 27, 2021, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.