અત્રે ઉલ્લેખનીય છે કે, પીડિત પરિવારનો આક્ષેપ છે કે, પરિવાર દ્વારા ગૂમ ગયાની ફરિયાદ સૌપ્રથમ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આપી હતી. ત્યાં પી.આઇ એન.કે રબારીએ તેમને આશ્વાસન આપ્યું હતુ કે, યુવતી સહી-સલામત મળી જશે. જો કે, બે દિવસ બાદ યુવતીનો ઝાડ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા મામલો ગરમાયો હતો.
પીડિત પરિવારનો આક્ષેપ છે કે, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ એન.કે રબારી દ્વારા આરોપીઓને છાવરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેથી યુવતીને શોધવામાં ઢીલી નીતિ અપનાવી હતી.