મોડાસાઃ ગામડાના લોકોને નાણાં ઉપાડવા શહેરમાં ન આવવું પડે તે માટે અરવલ્લી જિલ્લાની મોડાસાની બેક ઓફ બરોડા શાખા દ્રારા મોબાઇલ ATM મશીન શરૂઆત કરી છે. આ ATM વિશેષ જે ગામડાઓમાં ATMની સુવિધા નથી અને લોકોને મોડાસા અથવા અન્ય નગરોમાં ફક્ત નાણાં ઉપાડવા માટે જવું પડે ત્યાં દર રોજ ચોક્કસ સમય સુધી મુકવામાં આવશે.
આ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરએ જણાવ્યું હતું કે, બેન્કો તરફથી જો આવી સુવિધા આપવામાં આવતી હોય તો બિન જરૂરી ગામડાના લોકોએ શહેર તરફ ન આવવુ જોઈએ.