બાયડ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના પ્રમુખ અશોખ જૈન થોડા દિવસ અમદાવાદ કામકાજ અર્થે નીકળ્યા હતાં, ત્યારે દહેગામ ખાતે પહોંચેલી મહિલા પર બાયડ આશ્રમના પ્રમુખની નજર પડતા મહિલાને ચા-નાસ્તો કરાવી ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદથી બાયડ મોકલી આપી હતી.
માનસિક અસ્વસ્થ મહિલાની સારવાર હાથ ધરાતા મહિલાની સ્થિતિમાં સુધારો આવ્યો હતો, ત્યારે મહિલાએ હૈદ્રાબાદની હોવાનું જણાવ્યુ હતું. આશ્રમના એક સહયોગી મારફતે હૈદરાબાદમાં રહેતા તેમના મિત્ર પ્રદીપભાઈનો સંપર્ક કરી મહિલાના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ પરિવારજનો સાથે ટીલીફોનીક વાત કરાવવામાં આવતા તાબડતોડ બાયડ આશ્રમ ખાતે દોડી આવ્યા હતાં અને પરિજનોનું મહિલા સાથે સુખદ મિલન કરાવ્યું હતું.