અરવલ્લી: જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યું છે. દરરોજના 4 કેસ નોંધાય રહ્યાં છે. આ પરિસ્થિતિમાં હાલ એક માત્ર માલપુર તાલુકો કોરોના મુક્ત છે.
આગામી સમયમાં આ સ્થિતિની જાળવી રાખવા અને બહારના લોકોનું સંક્રમણ ન ફેલાય તે માટે સોમવારથી માલપુરની બજારો સવારે 8થી 2 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો સ્વયંભૂ નિર્ણય કરવામાં અવ્યો છે.
ગામના તમામ નાના-મોટા વેપારીઓએ પણ કોરોના સામે લડવા માટે સંમતિ આપી છે.