ETV Bharat / state

સ્માર્ટ વિલેજને વેગ આપવા ‘લાઇ-ફાઇ’ ટેકનોલોજી ઇન્ટરનેટ ક્ષેત્રે અદભુત ક્રાંતિ લાવશે

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરુન્દ ગ્રામ પંચાયત અને નવાનગર ગામમાં લાઇ-ફાઇ આધારિત ઇન્ટરનેટ નેટવર્ક માટે નવટેક તરફથી ઇન્સ્ટોલેશન સેટઅપ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ફિલ્મ જગતના એક્ટર મનોજ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતું.

સ્માર્ટ વિલેજને વેગ આપવા ‘લાઇ-ફાઇ’ ટેકનોલોજી ઇન્ટરનેટ ક્ષેત્રે અદભુત ક્રાંતિ લાવશે
સ્માર્ટ વિલેજને વેગ આપવા ‘લાઇ-ફાઇ’ ટેકનોલોજી ઇન્ટરનેટ ક્ષેત્રે અદભુત ક્રાંતિ લાવશે
author img

By

Published : Feb 18, 2021, 4:25 PM IST

  • લાઇ-ફાઇ ટેક્નોલોજીએ નવું સ્વરૂપ ધારણ કર્યું
  • ઇન્ટરનેટ નેટવર્ક માટે ઇન્સ્ટોલેશન સેટઅપ કરવામાં આવ્યું
  • ઇન્સ્ટોલેશનનું ઉદ્ઘાટન મનોજ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતું

અરવલ્લીઃ ટેક્નોલોજીના યુગમાં છેલ્લા બે દાયકાથી ક્રાંતિ આવી છે. હવેનો યુગ ડેટાગીરીનો છે. ઇન્ટરનેટના યુગમાં 3-જી, 4-જી અને હવે 5-જીની તૈયારીઓ ચાલી રહી છે. તે પૂર્વે લાઇ-ફાઇ ટેક્નોલોજીએ નવું સ્વરૂપ ધારણ કર્યું છે. વાઇ-ફાઇની જેમ લાઇ-ફાઇ ટેક્નોલોજી દ્વારા ઇન્ટરનેટની સુવિધા સરળતાથી મળી રહે છે. મોબાઇલ વાયરલેસ ટેક્નોલોજી દ્વારા ડેટા ટ્રાન્સમિટ કરવા રેડિયો ફ્રિકવન્સીના બદલે લાઇ-ફાઇ ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર લાઇટ દ્વારા કરી શકાય છે, ત્યારે હવે લાઇ-ફાઇ ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરુન્દ ગ્રામ પંચાયત અને નવાનગર ગામમાં લાઇ-ફાઇ આધારિત ઇન્ટરનેટ નેટવર્ક માટે નવટેક તરફથી ઇન્સ્ટોલેશન સેટઅપ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ફિલ્મ જગતના વિખ્યાનામ કેરેક્ટર એક્ટર મનોજ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતું.

સ્માર્ટ વિલેજને વેગ આપવા ‘લાઇ-ફાઇ’ ટેકનોલોજી ઇન્ટરનેટ ક્ષેત્રે અદભુત ક્રાંતિ લાવશે

સ્માર્ટ વિલેજના અભિયાનને વેગ આપવામાં આવશે

લાઇ-ફાઇ-ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશનથી જોડાયેલા ભારતનું સૌપ્રથમ રાજ્ય બનીને ગુજરાતે ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ અને તેની ખુબીઓ જાણી રાજ્ય સરકાર અપનાવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાનું આકરૂંદ ગામ દેશના સૌ પ્રથમ ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશન લાઇફાઇથી જોડાયું છે. સૌ પ્રથમ આકરૂંદ ગ્રામ પંચાયત અને નવાનગર ગામમાં ટેક્નોલોજીની વિશેષતા મુદ્દે કામગીરી કરવામાં આવી હતી. જે સ્માર્ટ વિલેજના અભિયાનને વેગ આપવામાં આશિર્વાદ રૂપ સાબિત થશે અને ટેક્નોલોજી ક્ષેત્રે આમુલ પરિવર્તન લાવશે.

લાઇ-ફાઇ વાયરલેસ લિન્ક 10 GBPS નેટવર્ક લિન્ક છે

એક ખાનગી કંપની દ્વારા યોજના મુજબ ઇન્સ્ટોલેશન કામગીરી સફળતા પૂર્વક કરી દેવામાં આવી છે અને સમગ્ર ગ્રામ પંચાયતના તમામ સ્થળો પર ઇન્ટરનેટની ઝડપનું પરિક્ષણ કરવામાં આવશે. જેની સ્પીડ 100 GBPSથી વધુ રહેશે. તેમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું. ગ્રામ પંચાયતની ઇમારતથી નવાનગર ગ્રામ પ્રાથમિક શાળા સુધીના 1.5 કિ.મીના અંત સુધી GFGNL ફાયબર ઇન્ટરનેટ કનેક્ટિવિટી લંબાવી લાઇ-ફાઇ વાયરલેસ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આ લાઇ-ફાઇ વાયરલેસ લિન્ક 10 GBPS નેટવર્ક લિન્ક છે. આ ઉપરાંત નવટેકે શાળાઓ, હોસ્પિટલ તથા પોસ્ટ ઓફિસના રૂમમાં ઉપસ્થિત PLC- ઇલેક્ટ્રિક પાવર લાઇન નેટવર્કની સાથે જ હાઇબ્રિડ માઇક્રોવેવ લાઇ-ફાઇ આધારિત એલઇટી લાઇટ્સ સ્થાપિત કરી છે.

લાઇ-ફાઇ, ઝડપી અને સૌથી વધુ સ્પીડ ધરાવતા ઇન્ટનેટની ઉપસ્થિતી કરાવાશે

સરકાર સ્માર્ટ વિલેજ બનાવવા માગે છે, ત્યારે ગામડામાં હવે ઇન્ટરનેટની ઉપસ્થિતિ અનિવાર્ય બની ગઇ ત્યારે ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશન લાઇફાઇ, ઝડપી અને સૌથી વધુ સ્પીડ ધરાવતા ઇન્ટનેટની ઉપસ્થિતી કરાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.