- અંબાજી પંથક આજે બમ-બમ ભોલેના નાદથી ગુંજ્યો
- બાબા બર્ફાનીના કરાવવામાં આવ્યા દર્શન
- આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર
અરવલ્લી: રાજસ્થાન વાસીઓ માટે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે જ્યારે ગુજરાતીઓ માટે આજે ત્રીજો સોમવાર છે. અંબાજી પંથકના શિવાલયોમાં આજે શિવભક્તોની સવારની પુજા પુર્ણ થયા બાદ સાંયકાલ દર્શનને લઈ ગબ્બરગઢ સામે નવ નિર્મિત ડુંગરેશ્વેર મહાદેવના મંદિરે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
બાબ બર્ફાનીના દર્શન
ડુંગરેશ્વેર મહાદેવ મંદિર જમીનથી 1000 ફૂટની ઉંચાઇએ જંગલ પહાડી વિસ્તારમાં આવેલું છે અને ત્યાં શિવભક્તોમાં આકર્ષણ જમાવવા માટે મંદિરના આયોજકો દ્વારા બાબા બર્ફાની એટલે કે બરફના શિવલિંગ બનાવી અમરનાથના બર્ફાની બાબાના દર્શન કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : દારૂબંધી સામે થયેલી અરજી અંગે Gujarat High Courtએ રાજ્ય સરકારને આપ્યો ઝટકો, વધુ સુનાવણી 12 ઓક્ટોબરે
અંબાજી પંથક ગુજ્યો બમ-બમ ભોલેના નાદથી
આજે મોટી સંખ્યામાં શિવભક્તો બર્ફાની બાબાના દર્શન ડુંગરેશ્વેર મહાદેવના દર્શન માટે ગબ્બર ખાતે પહોંચ્યા હતા. સંતોએ બર્ફાની બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી એટલું જ અન્ય નીલકંઠ મહાદેવ મંદિરે પણ 21 હજાર જેટલા સમુદ્ર મોતીનુ શિવલિંગ બનાવવામાં આવ્યુ હતુ. અંબાજી પંથકના શિવાલયોમાં બમ બમ બોલે ને હર હર મહાદેવના નાદ ગુંજવા લાગ્યા હતા. જે લોકો બર્ફાની બાબા ના દર્શન કરવા અમરનાથ ન જઈ શક્યા તેઓ માટે ગબ્બરનુ આ શીવમંદિર જ અમરનાથ સમાન બન્યુ હતું.
આ પણ વાંચો : પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનો પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલીન, દિકરાએ આપી મુખાગ્ની