ગુજરાતમાં મેઘ તાંડવના કરાણે ઉત્તર ગુજરાત પાણીમાં ગરકાવ થયું છે. અંબાજી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. અંબાજીમાં વરસાદના કારણે મુખ્ય હાઇવે પર પહાડ નો મલબો પડતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. 24 કલાકમાં અંબાજી પંથકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.
મહેસાણા જિલ્લામાં કુલ 163.26 ઈંચ વરસાદ નોંધાયો છે. બેચરાજીમાં 05 mm, કડીમાં 05 mm, ખેરાલુમાં 50 mm, મહેસાણામાં 27 mm, વડનગરમાં 60 mm, વિજાપુરમાં 36 mm, વિસનગરમાં 36 mm, સતલાસણામાં 146 mm ઊંઝામાં 86 mm, જોટાણામાં 13 mm અને ધરોઈ ડેમમાં 5610 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી ધરોઈ જળાશયમાં 592.68 ફૂટ જળસપાટી નોંધાવવાથી સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે.
સાબરકાંઠા છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદના કારણે પોશીના 6 ઇંચ વરસાદ, ખેડબ્રહ્મામાં 4 ઇંચ વરસાદ, ઇડરમાં 3 ઇંચ વરસાદ, વિજયનગર અને હિંમતનગરમાં અઢી ઇંચ વરસાદ, વડાલીમાં 2 ઇંચ વરસાદ તેમજ તલોદ અને પ્રાંતિજમાં 1 ઇંચ વરસાદ થતાં સમગ્ર જિલ્લો પાણીમાં ગરકાવ થયો છે.
ખેડા કડાણા ડેમમાંથી રાત્રે 12 વાગ્યાના અરસામાં 1.5 લાખ ક્યુસેક પાણી વણાકબોરી ડેમમાં છોડાયું હતું. વણાકબોરી ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી મહીનદીમાં જતાં મહીનદી કિનારે આવેલાં નીચાંણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. વણાંકબોરી ડેમની સપાટી 226ફૂટથી વધીને 230 સુધી પહોંચતાં જળસપાટી 9 ફૂટ નોંધાઈ છે. જેને લઈ તંત્ર દ્વારા અગાતરી તૈયારી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ નર્મદા ડેમની જળ સપાટી 132 મીટર પાર કરી ગઈ છે. જળ સપાટીમાં વધારો થતાં ડેમના 5 ગેટ ખુલ્લા મૂકાયાં છે.
બનાસકાંઠામાં 24માં ભારે વરસાદ થતાં અમીરગઢ 89 mm, ભાભર 20 mm, દાંતા 108 mm, દાંતીવાડા 60 mm, ધાનેરા 46 mm, દિયોદર 34 mm, ડીસા 62 mm, કાંકરેજ 22mm, પાલનપુર 78 mm, થરાદ 24 mm, વાવ 36 mm, વડગામ 69mm, લાખણી 50 mm, સુઈગામ 07 mm વરસાદ નોંધાયો છે.
પાટણ જિલ્લા અને રાજકોટમાં પણ ધોધમાર વરસાદ થતાં લોકોનો વાહનવ્યવહાર ખોરવાયો છે. ત્યારે રાજકોટમાં શહેર સ્માર્ટ સીટીની પોલ ઉઘાડી પડી છે. શહેરમાં ગંદકીના સામ્રાજ્યએ સ્થાનિકોનું રહેવું મુશ્કેલ કર્યુ છે ક્યારે તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.
આમ, છેલ્લા 24કલાકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ લેતાં જનજીવન ખોરવાયું છે. ત્યારે તંત્ર પરથી પ્રિમોન્સૂન કામગીરીના નકાબ હટતાં તંત્ર લોક બચાવની સાથે પોતાના બચાવની કામગીરી પણ હાથ ધરી છે.