અરવલ્લી : જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતો હરાજીમાં પોતાનો પાક વેચવા માટે મોટી સંખ્યા આવી પહોંચે છે. જાહેર હરાજીમાં ઘઉંનો ભાવ મણે સરેરાશ 340 થી 400 રૂપિયા બોલાય છે. જ્યારે સરકારી ટેકાનો ભાવ મણે રૂ. 385 છે. જો કે, રોકડ નાણાં માટે ખેડૂતો જાહેર હરાજીમાં ઘઉં વેચવાનું પસંદ કરે છે.
મોડાસા માર્કેટયાર્ડમાં ખેત-પેદાશની મબલખ આવક - મોડાસા માર્કેટયાર્ડમાં ખેત પેદાશની મબલખ આવક
લોકડાઉન 4 માં અન્ય ધંધા રોજગારને છૂટ આપવામાં આવી છે. ત્યારે અરવલ્લીના મુખ્ય મથક મોડાસાના માર્કેટયાર્ડમાં ખેત પેદાશોની આવક થઈ રહી છે. જેમાં મુખ્યત્વે ઘઉંની હરાજી થઈ રહી છે. હાલ માર્કેટયાર્ડમાં ઘઉંની 4000 બોરીની આવક થાય છે.
મોડાસા માર્કેટયાર્ડ